________________
જૈનદર્શનમાં ધ્યાને
૫૫
મોક્ષ કર્મક્ષયથી થાય છે, કર્મક્ષય સમ્યગજ્ઞાનથી થાય છે, અને સમ્યાન ધ્યાનથી સાધ્ય થાય છે. એમ જ્ઞાનીઓએ માન્યું છે માટે આત્માને ધ્યાન હિતકારી છે.
રાગદ્વેષના ત્યાગ કરી સમતામાં આવવું તે ધ્યાનના પ્રકાર છે. અંતર્મુહૂર્ત સુધી એક વિષયમાં એકાગ્રતા તે છદ્મસ્થાનું ધ્યાન છે અને ચાગના નિરોધરૂપ ધ્યાન તે જિનાનું ધ્યાન છે.
છદ્મસ્થને ધ્યાનરૂપ એકાગ્રતાના વિષયા આત્મસ્વરૂપને અવલંબતા હોવા જરૂરી છે. તે વિષયા સાધક જેમ જેમ આગળ વધે તેમ સૂક્ષ્મ બનતા જાય છે. તે ધર્મધ્યનના પ્રકારમાં બતાવ્યા છે. તે આ પ્રકારે ગ્રહણ થઈ શકે.
-
મૈત્રી – સર્વ જીવ પ્રત્યે નિવે`ર બુદ્ધિ વિષે ગહન ભાવના કરવી. પ્રમેાદ – ગુણવાનના ગુણ ગ્રહણ કરવાની ઉદાત્ત ભાવના ભાવથી. કરૂણા – દુઃખથી પીડિત સર્વ જીવા ધર્મ પામે તેવી ઉત્તમ ભાવના કરવી.
માધ્યસ્થ – કુમાર્ગે ચાલતા જીવા પ્રત્યે દ્વેષ-રાષ ન કરતાં તેમના પ્રત્યે હિત બુદ્ધિ રાખવી.
આ ચાર ભાવના હૃદયમાં અને આચારમાં ગ્રહણ થાય તે જીવ ધર્મધ્યાનને યાગ્ય અને છે.
અનિત્યાદિ ખાર ભાવના વડે જીવમાં વૈરાગ્ય ઉત્પન્ન થતાં ચિત્ત શુદ્ધિ ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવે છે.
જીવાજીવાદિ નવ તત્ત્વ વિષયક ચિંતન ધ્યાનની સ્થિરતા માટે સહાયક બને છે,
વસ્તુના દ્રવ્ય, ગુણુ અને પર્યાય વિષેનું સ્વરૂપ વિચારતા એકાગ્રતા વધે છે.
આમ વિષયની એકાગ્રતા ચિત્તશુદ્ધિનું કારણ બને છે. અને ચિત્તશુદ્ધિ ધર્મધ્યાન રૂપ થઈ આત્મના અનુભવને સંપાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org