________________
૪૧
જૈનદર્શનમાં ધ્યાન રૂપાતીતઃ સિદ્ધભગવંતેનું શુદ્ધ અંતઃકરણ દ્વારા ધ્યાન કરવું,
તેમના રૂપાતીત જ્ઞાનસ્વરૂપના ગુણનું ચિત્તમાં સ્થાપન
કરવું. પિતાના સિદ્ધસ્વરૂપનું ચિંતન કરવું. આ પ્રમાણે ધર્મધ્યાનને અભ્યાસ અને સેવન સદ્ગુરુગમે કરવાથી આત્મા અપ્રમત્તદશાની ભૂમિકાએ પહોંચે છે, અનુક્રમે શુક્લધ્યાનને આરાધી બંધનમુક્ત થાય છે.
અનાસક્તભાવ-વૈરાગ્યભાવ વગર, ત્યાગ કે સંયમ વગર, પરમતત્વની શ્રદ્ધા વગર આ માર્ગ સાધ્ય નથી. માટે સાધકે પાત્ર થવા સ્વપુરુષાર્થ કરે, અને આ માર્ગે આગળ વધવા પ્રયાસ કરે.
જ્ઞાની પુરુષોએ પ્રકાર્યું છે કે સમ્યગૃષ્ટિ આત્મા ધર્મધ્યાનને અધિકારી છે. વળી ભાવના ઈત્યાદિ ચિંતન વડે, શુદ્ધભાવે આલંબન લેવાથી સાધન ધર્મધ્યાનના પ્રકારોનું સેવન કરી શકે છે. પ્રાચીન સમયમાં રુચિવાળા અને શ્રદ્ધાવાન આત્માઓ પોતાના નિવાસમાં ધ્યાનારાધન માટે ઉત્તમ આયોજન કરતા. શ્રાવકે અને ધર્મબોધ પામેલા રાજાઓ પર્વના દિવસમાં એકાંતમાં ધ્યાનનું અવલંબન કરતા, તેવાં દષ્ટાંતે પ્રસિદ્ધ છે.
ધ્યાનમાર્ગમાં ગૃહત્યાગ કે એકાંતની કોઈ જરૂર નથી તેમ માનીને સાધક જીવનમાં કંઈ પરિવર્તન ન કરે તે આ માગે સફળતા સંભવ નથી. સંસારમાં વ્યસ્ત રહેવું અને ધ્યાનમાગનું અવલંબન લેવું દુષ્કર છે, તેમાં ઘણે દઢ પુરુષાર્થ અને જાગૃતિ જોઈએ છે. ઊતરતા આ કાળમાં નબળા મનવાળા ગૃહસ્થ સાધક માટે નિવૃત્તિની, આ માર્ગ માટે અત્યંત આવશ્યકતા છે. પિતાના નિવાસમાં નિત્યપ્રત્યે કે પર્વના દિવસમાં એકાંતનું સેવન કરે અને ધર્મધ્યાનના પ્રકારેને ભૂમિકા પ્રમાણે સેવે તે પાત્રતા વધવાની શક્યતા છે. પાત્રતા થવાથી તેને યોગ્ય સાધને અને માર્ગદર્શક મળી રહે છે. દષ્ટાંત
ભગવાન શ્રી મહાવીરના યુગની એક કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org