________________
૪૦
ધ્યાનઃ એક પરિશીલન આ ઉપરાંત બીજી આઠ ભાવનાઓનું વિસ્તારથી વર્ણન ગ્રંથમાં આપ્યું છે. કુલ બાર ભાવનાઓ છે તેનું ચિંતવન કરવું.
“આ ચિતવનાઓ વૈરાગ્યની માતા છે, સમસ્ત જીનું હિત કરવાવાળી છે, અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીને આ ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા અને શીતલ પવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાથે માર્ગ દેખાડનારી છે. તત્વને નિર્ણય કરાવનારી છે, સદ્ભુત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભધ્યાનને નાશ કરનારી છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. બાર અંગનું રહસ્ય છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર રચિત દ્વાદશાનુપ્રેક્ષા. ૦ આલંબનરૂપ? વાંચના – સૂત્ર પાઠ ગુરુ સમક્ષ શીખવા.
પૃચ્છના – શંકાનું સમાધાન શુદ્ધચિત્તે કરવું. પરાવર્તન – સૂત્ર પાઠનું પુનરાવર્તન કરવું. ધર્મકથા – વિતરાગદેવે જે ઉપદેશ કર્યો હોય
તેને તે ભાવે કહે તે. ૦ ધ્યાનરૂપ: અંતમાં ચાર પ્રકારનાં ધ્યાન દર્શાવ્યાં છે. પિંડસ્થ: પિંડ–દેહ, સ્થ–આત્મા. બંને ભિન્ન હોવા છતાં
નિકટ છે. શરીરના હદયકમળ આદિ ચકો પર નિર્દોષ ભાવે મનને સ્થિર કરવું, સ્થિરતા માટે આ
પ્રાથમિક ભૂમિકા છે. પદસ્થ : ભક્તિવાળાં પદોનું કે મંત્રજપ દ્વારા મનને સ્થિર
કરવું તે પદસ્થધ્યાન. રૂપસ્થઃ અરિહંતનું, તેમની પ્રતિમાનું ધ્યાન કરવું. તે પ્રત્યે
દષ્ટિને તન્મય કરવાથી સ્થિરતા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org