________________
ધ્યાન : એક પરિશીલન
ચંદ્રાવસંતક નામે એક ધર્મપ્રિય અને પ્રજાપ્રિય રાજા હતા. રાજ્યકારભારની વ્યવસ્થા એવી કરતા કે નિવૃત્તિ લઈને કાર્યોત્સર્ગરૂપ ધ્યાનનું આરાધન કરી શાંતિ મેળવતા.
એક પર્વદિને રાજા પોતાના મહેલના એક કક્ષમાં કાઉસગ્સધ્યાન માટે પ્રવેશ્યા. તેની સેવામાં હાજર રહેનાર દાસી તેને અનુસરી તે કક્ષામાં ગઈ અને દીવા પેટાવ્યા. રાજા આસનસ્થ થઈ કાઉસગ્ગધ્યાનમાં બેસે છે અને દીવા સામે જોઇ સંકલ્પ કરે છે કે આ દીવાની જ્યાત જલતી રહે ત્યાં સુધી ધ્યાનમાં રહેવું. દીવાની જ્યાત ત્રણ કલાક ચાલે તેટલું તેલ તેમાં હતું.
૪૨
ત્રણ કલાક પૂરા થવા આવ્યા છે. રાજાની સેવામાં તત્પર દાસી બહાર ખડે પગે ઊભી છે. તેણે આવીને જોયું કે દીવામાં તેલ પૂરું થવા આવ્યું છે. રાજા તેા આત્મચિંતન દ્વારા પ્રભુમય થયે છે. દાસીએ વિચાર્યું કે દીવો બંધ થતાં રાજાને ઊઠવામાં તકલીફ થશે, એટલે બીજા ત્રણ કલાક ચાલે તેટલું તેલ પૂરે છે.
રાજાએ સંકલ્પ લીધા છે. ક્ષત્રિયના સંસ્કાર છે. ધર્મની પ્રીતિ છે. પ્રભુ પ્રત્યે ભક્તિ છે. પ્રમાદ રહિત થઈ, એક ઝોકું લીધા વગર જ્યાત પ્રત્યે એકાગ્ર ચિત્તે ધ્યાનાવસ્થામાં પ્રસન્નતા અનુભવે છે.
ત્રણ કલાક પછી વળી દાસીએ જોયું કે તેલ તે પૂરું થવા આવ્યું છે. રાજાને ઊઠવામાં કંઈ પ્રતિકૂળતા ન થાય તેથી ફરી તેલ પૂરે છે. રાજાનાં નેત્રા તા ખુલ્લાં છે અને અંતરચક્ષુ તે સ્વરૂપમાં ઢળેલાં છે. તેણે દાસીને કોઈ ચિહ્ન કે સંકેત પણ ન આપ્યો, સંક્ત આપવા જેટલી બાહ્ય ચેષ્ટા થાય તેવું ચિત્ત ચંચળ હતું નહિ અને દાસી તે રાજાના સંકલ્પથી અજાણ હતી. ત્રીજા ત્રણ કલાક ધ્યાનના નક્કી થઈ ગયા. રાજાનું કાળ અને દેહ સાથેનું તાદાત્મ્ય છૂટી ગયું. છે. નવ કલાક પૂરા થયા. હવે સુપ્રભાતના પ્રકાશ થયા. છે. દીવાની જ્યાત બુઝાઇ છે. રાજા શાંત અને પ્રસન્નભાવે ઊઠે છે.
દાસીને તેણે આ બાબત વિષે કંઈ જ પકે ન આપ્યા, અરે ! તેને તે અણસાર પણ આવવા ન દીધો કે તેણે તેલ પૂર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org