________________
૧૯૬
ધ્યાન : એક પરિશીલન.
શ્લોક ૨૧૪ (૬) અર્થ:
અહીં આલંબન રૂપી અને અરૂપી બે પ્રકારે છે. તેમાં અરૂપી. સિદ્ધના સ્વરૂપ સાથે તન્મયપણુરૂપ ગ તે ઉત્કૃષ્ટ અનાલંબન યુગ છે. શ્લેક ૨૧૫ (૭) અર્થ :
પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન વડે સ્થાનાદિ યેગ પણ ચાર પ્રકારે છે. તેથી યેગના નિરોધરૂપ ગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મોક્ષગ પ્રાપ્ત થાય છે.
પરિશિષ્ટ ૨
ધ્યાનનું બોધમય સ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત વચનામૃત ગ્રંથમાંથી ઉદ્દધૃત
ધ્યાનના ઘણું ઘણું પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ. જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને, ક્રમે કરીને ઘણું જીવને થાય છે. અને તેને મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષને તે તેને સંગ જીવને અનંતકાળમાં ઘણું વાર થઈ ગયું છે તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરે એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને દઢ કરીને લાગે છે. (પત્રાંક ૪૧૬)
ચિત્તની જે સ્થિરતા થઈ હોય તે તેવા સમય પરત્વે સપુરુષના ગુણેનું ચિંતન, તેમનાં વચનનું મનન, તેમના ચારિત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org