________________
૧૯૭
ધ્યાનનું બેધમય સ્વરૂપ કથન, કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન, એમ થઈ શકતું હોય તે મનનો નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્ત-સ્થિરતા સમય પર તેની ખૂબી માલૂમ પડે. (પત્રાંક ૨૫)
વિષમભાવનાં નિમિત્તે બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાનીપુરુષ અવિષમ ઉપગે વર્યાં છે, વતે છે અને ભવિષ્યકાળે વતે તે સર્વને વારંવાર નમસ્કાર.
ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્વર્ય એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર. એ જ ધ્યાન. (પત્રાંક ૭૩૫)
રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેને આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનને વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. (પત્રાંક ૭૩૬)
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાન, આત્મા પુરુષના ચરણકમળની વિનયપાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી એ નિર્ચથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાને અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પક્ષ કથારૂપ અમૃતતાને રસ કેટલાક પુરુષે પ્રાપ્ત કરી શકે છે, પણ મેક્ષના માર્ગની અનુકૂળતા ધેરીવાટે પ્રથમ ધર્મધ્યાનથી છે.
આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગાદિ લઈ અનેક સાધનથી થઈ શકે છે. પણ તેવા પુરુષે – નિગ્રંથમતના – લાખમાં પણ કેઈક જ નીકળી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org