________________
૧૮૨
ધ્યાન: એક પરિશીલન આનંદદાયક ઝલક શેષ રહે છે. તે ધ્યાનદશા છે, એ અનુવભથી સિદ્ધ થઈ શકે છે, થાય છે. આ કાળમાં આવી શક્યતા નથી કે
ધ્યાનદશા ઉપલબ્ધ નથી એવી નિર્બળ ક૯૫ના વડે આત્મવિકાસને રૂંધ નહિ પણ પુરુષાર્થ વડે ગુરૂગમે આગળ વધવું.
આવી ધન્ય પળે પહેલાં શું શું બને છે? તે જોઈએ: આત્મા છું, સ્વ-સંવેદ્યરૂપ છું, દેહાદિથી ભિન્ન છું, હું શાયક સ્વરૂપ છું, જ્ઞાનદશનમય છું.” આવી એક પવિત્ર અંતરયાત્રાનો પ્રારંભ થાય છે. તે સમયથી પ્રપનું આવરણ શમતું જાય છે. જગતના જી પ્રત્યે નિરપેક્ષ મૈત્રીભાવનો પ્રારંભ થાય છે. પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રીતિ અને ભક્તિ દઢ થતી જાય છે. સ્વરૂપ પ્રત્યેની અભીપ્સા વધતી જાય છે. આથી સહેજે જગતના પદાર્થો પ્રત્યેની પ્રીતિસુખબુદ્ધિ વિરામ પામવા લાગે છે. આવા સર્વભાવ નિરંતર ટકી રહે એવી સભાનતા સહિત વ્યવહાર થાય છે. એવા પવિત્ર ભાવમાં
અલના થાય તે સાધક એક પ્રકારની વેદના અનુભવે છે, અને નાની સરખી અસવૃત્તિ કે ક્ષતિથી એને દેહ કંપી જાય છે. તે
ખલના કે ક્ષતિ આંખના કણની જેમ તેને ખૂચે છે, તેથી તેને દૂર કરવા તરત જ પ્રયત્નશીલ રહે છે. તે પછી વિકાસકમે ઉત્તરઉત્તર કર્મક્ષેત્રે કે ધર્મક્ષેત્રે પ્રારબ્ધરૂપ અને પ્રજનભૂત કિયા સ્વાભાવિકપણે થાય છે. તે પોતાની જાતને જેવી છે તેવી જાણે છે. લેભામણું આશ્વાસન કે કલ્પિત માન્યતાઓથી એના અંતરનો અવાજ દબાતું નથી કે મનવૃત્તિ લેભાતી નથી. મિથ્યાને મિથ્યા જાણવાનું અને તેને ત્યજી દેવાનું સામર્થ્ય તેનામાં આવે છે. સને સત્ જાણ અંગીકાર કરે છે, તે ધર્મમાર્ગમાં પ્રવેશ પામે છે.
દીર્ઘકાળની ચિત્તની ચંચળતા ધ્યાનના અભ્યાસમાં અમુક સમય સુધી દૂર થતી નથી, કે ચિત્ત એકાગ્ર થતું નથી. કલાકે સુધી બેસવા છતાં એક પળ જેટલેય શાંતિને કે આનંદને અનુ ભવ થતો નથી, ત્યારે સાધક મૂંઝાય છે અને શંકાશીલ થાય છે. તેવી વિકળતાવાળી પરિસ્થિતિમાં દેવ ગુરુ અને શાસ્ત્રની અસીમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org