________________
ઉપસંહાર
૧૮૧
પિતાની આત્મશક્તિમાં આવી અપ્રતિમ શ્રદ્ધા ક્યાં છે? તેનું કારણ જીવનમાં નિર્દોષતા, નિઃશંકતા, નિર્ભયતા, નિર્મમત્વ, નિજરૂપતા જેવાં ઉત્તમ તત્ત્વનું સ્થાન નથી કે અતિ અલ્પ છે, એ છે. ૦ સાચા ધર્મમાગમાં પ્રવેશ કેમ પામવે?
ધ્યાનદશાના સુખની કે અપૂર્વ સ્થિરતાની પળની અનુભૂતિ, પાપપ્રવૃત્તિઓમાં રાચતા, તૃષ્ણના મહાસાગરમાં તણુતા, અજ્ઞાનરૂપી અંધકારમાં આવતા, બહિર્ગામી યાત્રામાં ભટક્તા, અને અનેકવિધ પ્રપમાં ગૂંચવાતા મનુષ્યને પ્રાપ્ત થવી અશક્ય છે. વળી તે પ્રત્યે લક્ષ થવાની સંભાવના પણ ક્યાંથી હોય?
એકેન્દ્રિયાદિથી માંડીને વિવિધ પ્રકારનાં હિંસાદિથી પ્રાપ્ત કરેલાં અદ્યતન સામગ્રીનાં સાધને વડે સુખ મેળવવાના વૃથા પ્રયત્ન આદરતા, વ્યવહારધર્મના કર્મક્ષેત્રે દુર્વ્યૂહાર કે નિષ્પાજન વ્યવહાર અને વ્યાપાર કરતા, ધર્મક્ષેત્રે બાહ્ય ક્રિયા વડે કંઈક ભૌતિક લાભ મેળવવાની આકાંક્ષા સેવતા કઈ જીવને ધ્યાનસાધનના આ ક્ષેત્રમાં પ્રવેશપત્ર મળવાની સંભાવના નથી.
ધર્મક્ષેત્રમાં કંઈક પ્રવેશ પામીને અ૫ અભ્યાસને બળે “હું શુદ્ધ-બુદ્ધ, સ્વ-સ્વરૂપમય છું” આવી કેરી અને નરી શાબ્દિક માન્યતાને ભ્રમ સેવતા, પિતાની જાતને લેભામણુ કે ઠગારાં આશ્વાસનેથી સંતોષ આપતા, અને સમાધિ અવસ્થામાં સમ્યફવ્યવહાર કરું છું તેવી કલ્પિત ભ્રમણામાં જીવતાં મનુષ્યને ધ્યાનનીપરમઆનંદમય ધન્ય પળેની પ્રાપ્તિ થવી સંભવતી નથી.
અન્યભાવને, બાહ્યપ્રલેભનેને, અશુભ તત્ત્વોને સંક્ષેપ થયે, આત્મલક્ષપૂર્વકના ઉત્તમ શુભભાવના વિશિષ્ટ સેવનની ભૂમિકામાં કઈક નિર્દોષ પળોએ આત્મપરિણામ શુદ્ધભાવરૂપે ધ્યાનદશામાં સિદ્ધ થાય છે.
ત્યારે હું ધ્યાન કરું છું, મને કંઈક અનુભવમાં આવે છે એવા સર્વ વિકલ્પ શમી જાય છે અને કેવળ પરમ શાંતદશાની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org