________________
૧૮૦
ધ્યાનઃ એક પરિશીલન. સુધી વિલંબમાં પડે છે. જે સાધક સ્વરૂપ પ્રત્યે સાવધાન રહી, એકાંત સાધીને સત્સંગાદિ જેવાં સાધનોને પુરુષાર્થ કરતે જ રહે તે, તેને ધ્યાનદશાને અનુભવ છેડા થડા સમયના અંતરે થતું રહે ખરે. વળી જે તે વિશેષ નિવૃત્તિને વેગ લઈ અભ્યાસ વધારતે રહે તે, એ દશા એને માટે સહજ બની જાય છે. અર્થાત્ એના ચિત્તની સ્થિરતા ટકી રહે છે. પ્રારંભમાં ભારે પુરુષાર્થ કરે પડે છે. એમ કરવામાં આવે ત્યારે જ નિજ પદને યથાર્થ આસ્વાદ પ્રાપ્ત થાય છે. ૦ નિજ પદની યથાર્થ શ્રદ્ધાવાળે ગૃહસ્થ સાધક કે હેય છે ?
સુદર્શન શેઠની જીવનકથા પ્રસિદ્ધ છે, તેમનું જીવન જ ધર્મમય હતું. તેઓ ધ્યાનમાગના આરાધક હતા, તેમ નિજ પદની પણ દઢ શ્રદ્ધાવાળા હતા. તેના પરિણામે જ જ્યારે તેમને રાજા દ્વારા શૂળીની સજા થઈ ત્યારે પણ તેઓ નિર્ભય રહી આત્મચિંતનમાં સ્થિર રહ્યા. નિજપદની શ્રદ્ધાથી તલભાર તેઓ ચલિત થયા નહિ. જે દેહના મમત્વથી પર હોય છે તે ભયમુક્ત હોય છે, તેઓ જાણે છે કે દેહ મરે છે, આત્મા મરે તેવી વ્યવસ્થા જગતમાં છે જ નહિ. સ્વરૂપના શ્રદ્ધાવાન આવા આત્માએ દેહનું વિસર્જન થતાં અમર બની જાય છે.
જાણે રાજસિંહાસન પર આરૂઢ થવા જતા હોય તેવા પ્રસન્નભાવે સુદર્શન શેઠ શૂળી પાસે પહોંચે છે, અને સૌના આશ્ચર્ય વચ્ચે શૂળીને સિંહાસન થઈ જવું પડે છે. આત્માની નિર્મળ દશા પગલપરમાણુઓને શુભમાં ફેરવી દે તેવું તેનું સહજ સામર્થ્ય છે. આત્મભાવની આવી નિર્મળ શ્રેણી એ ધ્યાનદશાના અનુભવની સિદ્ધિ છે. અંતઃચેતનાની પવિત્રતા બાહ્ય પરિણામેને પલટી શકે છે.
આજે પણ ચિત્તની નિર્મળતાની ચરમસીમાએ પહોંચેલા ગીઓને આવા અનુભવ થાય છે, પરંતુ વર્તમાનમાં માનવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org