________________
ઉપસંહાર
૭૯૧ થઈ મને વૃત્તિ અંતર્ગામી થાય છે. સંસારના પદાર્થોમાં અને પરિચયમાં એવી ને એવી મીઠાશ વતી અને અંતરમુખવૃત્તિ થાય તેવું બને એવી આ માર્ગમાં વ્યવસ્થા નથી.
સંસારનાં કોઈ સાધને એવાં નથી કે જે જીવને એકાંત સુખ અને શાંતિ આપી શકે. બાહ્ય સર્વ પ્રકારે અનુકૂળતા હવા છતાં જીવને મનમાં વ્યાપેલા ભય અને ચિંતા સતાવતાં જ રહે છે, કે કાલે શું થશે? તેમાં એકાંત કે નિરાબાધ સુખ કે શાંતિ ક્યાંથી મળે ? સાચું સુખ સાચા ધર્મમાગે પ્રાપ્ત થઈ શકે છે. ૦ આત્મા સ્વસંવેદ્ય છે
આત્મા સ્વસંવેદ્ય છે, જ્ઞાનમય છે. એ જ્ઞાન ઉપગમાં તેને સુખદુઃખાદિનું જે વેદના થાય છે, તે અન્ય પદાર્થોના નિમિત્તથી થતું હોવાથી વિભાવરૂપ છે. સ્વભાવમાં વર્તતું જ્ઞાનનું વેદન સ્વાધીન હોવાથી તે સ્વ-સ્વરૂપનું સંવેદન છે, તેમાં ધ્યાનદશાની અનુભૂતિ સમાહિત છે. એ અનુભૂતિની ક્ષણેમાં આત્મા શાશ્વતને જાણે છે. આવી જ્ઞાનમય પરિણામધારાને આનંદરૂપ સ્ત્રોત તે ધ્યાનદશાનું પાદચિહ્ન છે.
દા. ત., શરીર પર ગૂમડું થયું હોય ત્યારે તેનું વેદન આત્માના જ્ઞાન-ઉપગમાં થાય છે. તે સમયે દુઃખનું વદન થવું તે અથવા તે દુઃખ સાથે તદાકારતા થવી તે પરભાવ છે કે વિભાવ છે. ગૂમડું તે પુદ્ગલને વિકાર છે, તેમ જાણે અને ઉપયોગ તેનાથી ભિન્નપણે વર્તી આત્મભાવમાં સ્થિર રહી શકે તે તે સ્વભાવરૂપ સ્વસંવેદન છે. ઉપગની આવી સ્થિરતા માટે સાધકે સ્વ-પરને ભેદ સમજ, જાણ જરૂરી છે.
ગૃહસ્થપણામાં રહેલા સાધકને દીર્ધકાળની સમ્યક સાધના પછી ક્વચિત કવચિત્ ધ્યાનદશાને કે નિરપેક્ષ આનંદને અનુભવ થાય છે, પણ જે તે પ્રારબ્ધયેગે પ્રાપ્તવ્યાપારમાં કે વ્યવહારમાં વધુ વ્યસ્ત રહે તે, પ્રમાદને વશ થતાં ધ્યાનદશાને પુનઃ અનુભવ દીર્ઘકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org