________________
ધ્યાનપ્રવેશની ભૂમિકા
છ કલાક કે યથાશક્તિ પણ વ્યવસ્થિત આયેાજન કરી સ્વયંપ્રેરણા વડે નિત્યક્રમ ગોઠવી લેવા. પવિત્ર સ્થાનમાં વધુ સમય ગાળવા અને એકાંત તથા મૌનનું અવલંબન વધુ દૃઢ કરવું. સપ્તાહમાં એક કે એ દિવસ, અથવા એક અહેારાત્રનુ મૌન રાખવુ. શકય હોય તે રાજ ત્રણ કલાકનુ મૌન રાખવું. જરૂરી દૈહિક ક્રિયા સિવાય આ સમયમાં સ્વાધ્યાય-લેખન કરવું. સવારે બ્રાહ્મમુહૂર્તમાં સદેવગુરુની ભક્તિમાં ચિત્તને સ્થિર કરી સ્વસ્વરૂપનુ સવિશેષ ચિંતન કરવું. કોઈ એક ગુણવિષયક ચિંતન કરવું. આ પ્રકારે સવારે અને સાંજે એક એક કલાક કે વધુ સમય ચિત્તસ્થિરતામાં રહેવા પ્રયાસ કરવા.
તત્ત્વના ગ્રંથાના જ્ઞાની પાસે અભ્યાસ કરવા. ભક્તિ, સામાયિક, સ્વાધ્યાય, સુલેખન ઇત્યાદિ કરવાં, નિવૃત્તિનાં પવિત્ર સ્થાનામાં સમૂહભક્તિ અને સમૂહસત્સંગ દ્વારા આત્મભાવને અને સ્થિરતાને પુષ્ટ કરતા રહેવું. આવી ઉત્તમ સાધનાના પરિણામે આત્માની શુદ્ધતા પ્રગટતી રહેશે, અને ધ્યેય સિદ્ધ થતું અનુભવાશે. માટે ઉત્સાહપૂર્વક આ માર્ગમાં આગળ વધવું.
અંતમાં, આ ભૂમિકા અને ઉપક્રમને અનુભવીની નિશ્રામાં અને સ્વશિક્ષણના ક્રમમાં યેાજવાથી સાધક આગળ વધતે જશે. જેમ જેમ આગળની ભૂમિકા આવે તેમ તેમ શ્વાસઅનુપ્રેક્ષા જેવાં સ્થૂલ અવલંબને ને ગૌણ કરી સૂક્ષ્મમૌન, વિકલ્પોનું શમન કરવું. આત્મચિંતન, પરમાત્માનું ધ્યાવન અને સ્થિરતા જેવાં સૂક્ષ્મ અવલખનાને ગ્રહણ કરવાં. છેવટે પેાતાના શુદ્ધાત્માની જ ચિ'તવના અને ભાવના કરી, તે સ્વરૂપમાં જ સ્થિર થવા પ્રયત્નશીલ થવુ.
ચિત્તની સ્થિરતા અને સૂક્ષ્મ ઉપયાગના વિકાસ સાથે અનુભવની ક્ષમતા વધે છે. ઘેાડા થાડા સમયને અંતરે આત્મસ્વરૂપના લક્ષ પ્રગટપણે વધતે જાય છે. અશુભધ્યાનના પ્રકાશ અતિશય મઢ થતા જાય છે અને ધર્મધ્યાનના પ્રકારો સહજપણે સાધ્ય થઇ જાય છે. ધર્મધ્યાનની કે શુભધ્યાનની સાધનાનું આ સાફલ્ય છે. સત્ પુરુષનું યાગખળ જગતનું કલ્યાણ કરો
Jain Education International
For Private & Personal Use Only
૧૭૫
www.jainelibrary.org