________________
ઉપસ’હાર
• શાદ્યંત સુખની શોધ :
જગતમાં પ્રાયે બહુસંખ્યવાની માન્યતા એવી છે કે, પાર્થિવ જગતનાં સાધના, સપત્તિ, વિપુલ સંગ્રહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, યશ-કીતિ તથા તે તે ક્ષેત્રોમાં અનુકૂળ સંયેાગે અને સંબંધ આદિ સુખનું કારણ છે. કંઈક વિચારષ્ટિવાળા જીવા તે તે સંયાગામાં પ્રતિકૂળતા આવે ત્યારે ક્ષણભર એમ માની લે છે કે, જગતમાં સુખ અને દુઃખની એક ઘટમાળ ચાલ્યા કરે છે. વળી કંઈક અનુકૂળતા જણાતાં કે સમય પસાર થતાં તે વાત વિસરી જાય છે. કેવળ સભ્યષ્ટિ, સત્યાભિમુખ અને વિવેકશીલ આત્મા જ પૂર્વના આરાધનના બળે, નૈસિર્ગક રુચિ વડે, સદ્ગુરુના ઉપદેશ દ્વારા, સત્શાસ્ત્રના અભ્યાસ વડે કે સત્સંગ જેવા સત્પ્રસ`ગના પરિચય આદિ માટેના પુરુષાર્થથી જગતના સાંયેાગિક અને વિદ્યોગિક સુખદુઃખના કાર્ય-કારણને સમજી સાચા અને શાશ્વત સુખની શોધમાં પ્રયત્નશીલ થાય છે.
જો આત્મારૂપ પદાર્થમાં સુખ નામક ગુણ ના હેત તે, પર પદાર્થોના નિમિત્તે ઇંદ્રિયા અને મન દ્વારા જે સુખના અનુભવ થાય છે તે સંભિવત ન હેાત. સારાંશ કે અજ્ઞાની આત્માની વૃત્તિ અને પ્રવૃત્તિએ સંચાગાધીન થઇ વિષયાકાર, અન્યભાવરૂપ કે વિભાવરૂપ થઈ જાય છે, તે સર્વ ક્રિયાએ જ ખરેખર દુઃખનું મૂળ છે. જ્ઞાનસહિત વૈરાગ્યભાવનાને પાપક પુરુષાર્થ કરનાર જ્ઞાનીની વૃત્તિ સ્વભાવરૂપ થાય છે. આત્મભાવે વર્તના કરવી તે સ્વાધીનતાનું અને સુખનું કારણ છે. ત્યાં ઇંદ્રિયસુખ ગૌણ કે નિઃશેષ હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org