________________
૧૬૯
ધ્યાનપ્રવેશની ભૂમિકા અખંડ શુદ્ધ ચેતનાને સ્પર્શ થતું નથી. મનની ક્ષુબ્ધ અને ચંચળવૃત્તિને કારણે શુદ્ધ ચેતનાને પ્રવાહ અખંડ હેવા છતાં વ્યવહારમાં તે ખંડિતપણે – અશુદ્ધપણે પ્રગટ થાય છે તેથી આત્માનું સત્ પ્રગટપણે અનુભવમાં આવતું નથી.
બહિર્ગામી આત્મા અસહ્માથી ગ્રહાયેલું છે તેથી સામાન્ય સાધક સત્ નું દર્શન પ્રાપ્ત કરી શકતા નથી. સાધનાના બળે, સ્વનિરીક્ષણ દ્વારા ચેતનપ્રવાહ રૂપાંતર પામે ત્યારે જીવ અંતરગામી થાય છે. ત્યાર પછી તે આત્મા પરમાત્મારૂપે પ્રગટ થવાનું સત્ત્વ કમે કરીને પ્રાપ્ત કરે છે. ત્રણ અવસ્થામાં આત્મા એ જ છે. પરંતુ શુદ્ધાશુદ્ધ ભાવને કારણે તેની વર્તમાન અવસ્થામાં ભેદ પડે છે.
વર્તમાનની દશા દોષયુક્ત છે. સાક્ષીભાવ વડે નિરીક્ષણને અભ્યાસથી દોષને વિલય થાય છે. એકાંતમાં સ્વનિરીક્ષણ દ્વારા મનનું તટસ્થ સંશોધન એ એક પ્રકારની આત્મજાગૃતિ છે. અનંતકાળના અસંસ્કારયુક્ત મનનું સંશોધન ઘણું સામર્થ્ય માગી લે છે. કારણ કે પુષ્ટ થયેલા પુરાણુ દોષને મન એકદમ સ્વીકારતું નથી. કંઈક છલના કરીને દેષ પ્રત્યે પક્ષપાત કરી લે છે. જેમ કે મન કહે છે કે મને અભિમાન નથી પણ સ્વમાન ખાતર આમ કરવું પડે છે. સૂફમ ઉપગ અને ચિંતન વડે આવી છલનાનું સંશોધન થાય છે.
આ સંશોધન વડે સાધક શુદ્ધિની આડે આવતા અવરોધને જાણી શકે છે; તે દૂર કરવામાં શું નબળાઈ છે તેને જાણી લે છે. તેથી મનની વિશુદ્ધિ થતી રહે છે. જે પરિસ્થિતિ છે તેમાંથી બહાર નીકળતાં થોડો સમય લાગશે, પણ ધીરજપૂર્વક આ માર્ગમાં આગળ વધવું. સ્વનિરીક્ષણ જ્યારે સ્વજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પવન ફેંકાતાં જેમ કચરે ઊડી જાય છે તેમ દોષ દૂર જતા રહે છે.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.'
–શ્રીમદ્ રાજચંદ્રજી રચિત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, સાધનાના કામમાં જ દસેક મિનિટ સ્વનિરીક્ષણ કરવું. ચલચિત્ર જોતા હોઈએ તેવું જણાશે. દોથી દૂર થવાને ભાવ રાખો,
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org