________________
ધ્યાનઃ એક પરિશીલન
એકતાનું સ્વરૂપ
ધ્યેય – શુદ્ધાત્મા ધ્યાતા – મન-ઉપગ ધ્યાન – ચિત્તની સ્થિર થવાની ક્રિયા ધ્યાનદશા – ત્રણેનું એકત્વ.
સ્વનિરીક્ષણઃ સ્વ-નિરીક્ષણ એ દોષને જાણવા અને દૂર કરવા માટે તથા ગુણેને જાણવા અને તેને સમૃદ્ધ કરવા માટે ચિંતનરૂપે એક ઉત્તમ પ્રાગાત્મક ઉપાય છે.
પરમાત્માના અને આત્મસ્વરૂપના ચિંતનરૂપ શુદ્ધ અવલંબન દ્વારા સાધકનું ચિત્ત તટસ્થ નિરીક્ષણ કરવા એગ્ય થઈ જાય છે. તેથી વર્તમાનની દશા જેવી છે તેવી જાણી શકાય છે. તેમાં દોષ પ્રત્યે સ્વબચાવ અને ગુણ પ્રત્યે ગૌરવ પ્રાયે ઉત્પન્ન થતાં નથી. સ્વનિરીક્ષણની એ ખૂબ જ સાધકને નિર્દોષ, નિષ્કપટ અને સૌમ્ય થવામાં સહાયક થાય છે.
જે વર્તમાનમાં હું લેભી, કામી, કપટી, ક્રોધી, દ્વેષી, રાગી કે કઈ પણ મલિન વૃત્તિવાળે હેલું, અથવા પૂર્વગ્રહવાળે કે આવેશવાળે હોઉં તે દિનચર્યા એવા ભાવો વડે મલિનતા પામે છે, અને તેવી દશામાં સાધક શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરવા જાય તે તેને ધ્યાનની અનુભૂતિ થઈ શકતી નથી. “હું શુદ્ધ આત્મા છું તે શબ્દોચ્ચાર કેવળ કલ્પના જ રહે.
તટસ્થ સ્વનિરીક્ષણ દ્વારા સભાનતા આવે છે. સભાનતાને અભ્યાસ આ દેને છેદ કરવાનું એક ઉત્તમ શસ્ત્ર છે. દેને આત્યંતિકપણે છે કે તે જ શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ સ્વરૂપનું સહજ ભાન તે પણ એક પ્રકારનું ધ્યાન છે.
કામ, ક્રોધાદિ કે અન્ય પ્રકારના વિચારોથી સ્થૂળપણે મન મલિન જ હોય ત્યાં સુધી અંતમુખતા સાધ્ય થઈ શકતી નથી, અને અંતરમાં ડૂબકી માર્યા વગર, અંતરભેદ જાગૃતિ થયા વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org