________________
ધ્યાનપ્રવેશની ભૂમિકા
૧૬૭ ચિત્તની વિશેષ સ્થિરતા પછી રૂપાતીત ધ્યાનની ભૂમિકા હોય છે.
સામાન્ય સાધક આવા કુદરતી સ્થળે નિર્દોષ, શાંત અને પવિત્ર વાતાવરણમાં શાંત થવાનો પ્રયત્ન કરે તે સહેજે શાંતિ અને સ્થિરતા અનુભવી શકે છે.
સ્વરૂપચિંતન: ચિત્તને સ્વભાવ ચિંતન કરવાનું છે, પણ સ્વરૂપચિંતનને અભ્યાસ ન હોવાથી તે પરરૂપનું ચિંતન કરે છે. પૂર્વના સંસ્કાર મેગે ચિત્ત જગતના પદાર્થો પ્રત્યે આકર્ષિત થઈ તે તે પદાર્થોનું ચિંતન સતત કર્યા જ કરે છે. તે પદાર્થોનું સ્વરૂપ અનિત્ય હેવાથી ચિત્ત સ્થિરતાને પામતું નથી. માટે નિત્ય એવા આત્મારૂપી પદાર્થ પ્રત્યે મનને રૂપાંતર કરી સ્થિર કરવાનું છે.
પ્રથમ ચિત્તને સંકેત આપ કે “હું” શુદ્ધ છું, બુદ્ધ છું. નિરંજન નિરાકાર છું. આમ સ્થિર પદાર્થનું અવલંબન શ્રેષ્ઠ છે.
અથવા હું દેહ નથી, જગતના કોઈ પદાર્થો મારા નથી. ઇંદ્રિયે કે મન હું નથી. અહમ, મમત્વ મારે સ્વભાવ નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, ધાન્ય સંયેગી પદાર્થો છે. સાગને સમય પૂરે થતાં આ સંબંધે પૂર્ણ થાય છે. નિશ્ચયથી હું તેમને સ્વામી, કર્તા કે ભક્તા નથી. આવી ભાવનાઓનું ચિંતન કરવું તે એક પ્રકારનું અવલંબન છે. જેમાંથી નિરાલંબન પ્રત્યે જવાય છે.
આ પ્રકારના અવલંબનનું સેવન કરતાં કઈ પણ પ્રકારની ક્રિયામાં સંઘર્ષ થવા ન દે. અનાગ્રહી થઈને અનુષ્ઠાન કરવાં. સહજપણે, સરળતાપૂર્વક, અનુકૂળતા પ્રમાણે પ્રસન્નભાવે ધ્યાનમાગમાં પ્રવેશ કરે. આંતરબાહ્ય વાતાવરણ જ એવું રાખવું કે ચિત્ત સહેજે શાંત થઈ જાય. જે ક્રિયામાં સહજપણે ન ટકાય ત્યાં ક્રિયાનું રૂપાંતર કરવું; પણ રૂઢિગત કે કિયાના સમયને આગ્રહ રાખીને એક જ ક્રિયાને શુષ્કપણે વળગી રહેવું નહિ. યથાસમયે સસાધનની મર્યાદામાં રહીને ફેરફાર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org