________________
૧૬૬
ધ્યાન ઃ એક પરિશીલન
સકાચ પામી સ્થિર થાય છે. આને પિંડસ્થ ધ્યાનના પ્રકાર કહી શકાય.
અથવા
પરમાત્મા કે સદ્દગુરુનાં ચિત્રપટ : તેમનાં ચક્ષુ, ભાલ, મુખકમળ કે હૃદયકમળ પર દૃષ્ટિની સ્થિરતા થઈ શકે. તેમની સાક્ષાત્ ઉપસ્થિતિને ભાવ ધારણ કરવા. તેમના ગુણાની અનુમેાદના કરવી, અને ઉપર મુજબ પુનઃ પુનઃ અભ્યાસ કરવા. આને રૂપસ્થ ધ્યાનને પ્રકાર કહી શકાય.
પરમાત્મચિંતન: પ્રારંભમાં પરમાત્માને પ્રાના કરવી. હે ! પરમાત્મા, આ સંસારચક્રથી મુક્ત થવા મને તારાં ચરણુકમળને પાત્ર થવા કૃપા કર, તારા હૃદયકમળમાં મારું ચિત્ત સંલગ્ન રહેા. તારા શુદ્ધ સ્વરૂપનું દર્શન મને પ્રાપ્ત થાઓ.
“તારાથી ન ફાઈ અન્ય સમર્થ દિનના ઉદ્ધારનારા પ્રભુ, મારાથી ન કોઈ અન્ય પાત્ર જગતમાં જોતાં જડે હે વિભુ ! મુક્તિ મગળસ્થાન તેાય મુજને ન ઇચ્છા લક્ષ્મી મેાક્ષ તણી આપા સભ્યત્ત શ્યામ જીવને તેા તૃપ્તિ થાયે ઘણી,”
—શ્રી રત્નાકરપચીસી.
વિવિધ પદો વડે અરજી કરવી અને પ્રભુમય થવા પ્રયત્ન કરવા. પદોના ગુંજારવ અહેનિશ ચિત્તમાં ગુયા કરે તેવા ભાવેથી મનને સભર રાખવું. અભ્યાસ વડે ગુજારવ શાંત થઇ, આત્મા જ્ઞાનરૂપે પ્રગટ અનુભવમાં આવશે આવે. આંશિક અનુભવ તે આનંદનુ પ્રસ્ફુટિત ઝરણું છે. આત્માને પરમાત્મારૂપે પ્રગટ થવાની આ ઉત્તમ સમર્પણભાવના છે. પરમાત્માના સાતિશય ગુણા જ ચિત્તને આકષી લે છે. આને રૂપસ્થ ધ્યાનના પ્રકાર કહી શકાય. વન-ઉપવન, સરિતા, સાગર કે પવિત્રભૂમિ – પહાડ જેવાં સ્થળોએ એકાંતમાં સાધક નિરાકાર સિદ્ધપરમાત્માનું ધ્યાન કરી શકે. આ રૂપાતીત ધ્યાનના પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org