________________
૧૬૫
ધ્યાનપ્રવેશની ભૂમિકા કરે, તેની સાથે શ્વાસની તાલબદ્ધતા જાળવવી. જેમ કે ઊંડા શ્વાસ લીધા પછી એ.........મ .
સ હ . ...મ .ના ઉચ્ચાર સાથે શ્વાસ ધીમે ધીમે ઊતરતે જશે અને નાભિકમળમાં સ્થિર થશે. આમ મંત્રના આરેહઅવરોહની એકલતા સાથે જપ કર. મનને મંત્રના વનિ સાથે જોડેલું રાખી શકાય. બે-ત્રણ મિનિટ આમ કર્યા પછી અપ્રગટ જપ કરે. તે પછી જપના કેવળ રણકારને ધારણ કરી શાંત બેસવું. લાંબા સમયના અભ્યાસથી અજપાજાપ સાધ્ય થાય છે, જે શ્વાસની જેમ સહેજે થતો રહે છે. આને નાદઅનુપ્રેક્ષા કહી શકાય, તેને અભ્યાસ દઢ થતાં અનાહત્ નાદ – વિના પ્રયાસે સહજ નાદ – સાધ્ય થાય છે. વળી મન ચંચળ થાય તે પુનઃ પ્રગટ મંત્રને ઉચ્ચાર કરી મનને તેની સાથે જોડવા પ્રયત્ન કરે. જપ એ પદસ્થ ધ્યાનને એક પ્રકાર ગણાય છે.
ભક્તિપદે ઃ ભક્તિનાં પદો દ્વારા સત્પુરુષના ગુણેનું કીર્તન પ્રગટપણે ગુંજન કરીને કરવું. આવાં કીર્તનમાં ભાવને જોડવાથી મન શાંત થાય છે. પદસ્થધ્યાનને આ એક પ્રકાર છે.
દષ્ટિની સ્થિરતા – ત્રાટકઃ કે, ત, બિંદુ કે બાલસૂર્ય જેવા આલંબન પર દૃષ્ટિને ભૂમિકા અનુસાર પાંચથી ત્રીસ મિનિટ સુધી સ્થિર કરવી. પ્રારંભમાં એકથી પાંચ મિનિટ ચક્ષુ અપલક રહેશે. વળી વચમાં ચક્ષુ બંધ કરી જેના પર દષ્ટિ સ્થિર કરી હોય તે પદાર્થને દૃષ્ટિમાં સ્થાપન કરેલે રાખો. અભ્યાસ વડે તે તે આકૃતિ સહજ ઉપસેલી રહેશે. વળી તે આકૃતિ અદશ્ય થાય ત્યારે ફરી ચક્ષુ ખેલીને દષ્ટિ સ્થિર કરી પદાર્થને કે ચિત્રપટને દૃષ્ટિમાં સ્થાપન કરવું.
અથવા પિતાના નાસાગ્રે, આજ્ઞાચક્ર, સહસ્ત્રાર કે હૃદયચક જેવાં સઘનકેન્દ્રો પર મન અને દૃષ્ટિને સ્થિર કરવાથી પ્રારંભમાં ચિત્તની ચંચળતા મંદ થાય છે. અનેક પદાર્થો પ્રત્યે ભ્રમણ કરતું મને કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org