________________
૧૭૦
ધ્યાન એક પરિશીલન કેવળ ખેદ ન રાખે કે હું પામર છું, અજ્ઞાની છું. આ હીનભાવ તે લઘુતાગ્રંથિરૂપ અવરેજ છે. દેષ જાણવા, તેનાથી મુક્ત થવું અને તે પછી દોષમુક્તિને આનંદ માણવે. મારું આત્મસ્વરૂપ કેમ પ્રગટે તે ઉલાસ રાખ.
સ્વનિરીક્ષણના અંતે હળવા અને પ્રસન્ન ચિત્ત વડે તે ક્રિયા પૂરી કરવી. દિનચર્યામાં સભાનતાપૂર્વક વર્તન કરવું. એટલે સ્વનિરીક્ષણનું કાર્ય અલ્પાવિકપણે રહ્યા કરશે. હું આત્મા છું, સર્વથી નિરાળે છું તેવા શબ્દોચ્ચાર મનનપૂર્વક કરવા અને તે ભાવ સેવવો. જેથી સ્પીડ બ્રેકર વડે જેમ ગાડીની ગતિ મંદ થાય છે તેમ આવા ભાવે વડે મનની બહિર્મુખતાની ગતિ મંદ થાય છે. લેભાદિ કષા, આગ્રહ અને આવેશેની ગતિ મંદ થાય છે. સ્વનિરીક્ષણનું આ પરિણામ છે. સભાનતાનું આ સત્વ છે.
૦ સ્વાધ્યાય : સાધક-ગૃહસ્થ વ્યવસાયનું આયોજન જ એવું કરવું કે જેથી તેને સાધના માટે પૂરતે અવકાશ મળી રહે. આ માર્ગમાં સત્ શ્રતનું વાચન કે મનન એ અગત્યનું અંગ છે. અવકાશે. હંમેશાં સન્શાસ્ત્રને એકાંતમાં કે સમૂહમાં સ્વાધ્યાય કરે. વીતરાગમાર્ગને કે સ્વરૂપચિંતનને પ્રેરક બને તેવા ગ્રંથનું અધ્યયન કરવું. ધ્યાનમાં બેસતાં પહેલાં સ્વાધ્યાય કે પ્રાર્થના કરવાં જેથી તેમાંથી મનને ચિંતનોગ્ય સામગ્રી મળી રહે. સ્થિરતા સહિતને સ્વાધ્યાય. તે એક પ્રકારનું ધ્યાન છે.
૦ સ્થૂલ મૌનઃ સાધકને માટે મૌન પ્રાણવાયુ સમાન છે. નિત્યપ્રતિ એકાદ કલાકનું કે અવકાશ હોય તે પ્રમાણે મૌન રાખવું. સપ્તાહમાં એક દિવસ કે અહેરાત્ર મૌન રાખવું. મૌન વડે શક્તિને સંચય થાય છે, મૌન સમયે જરૂરી દૈહિક કિયા સિવાય અન્ય ક્રિયાઓ ત્યજવી. તેમાં સ્વાધ્યાય, ભક્તિ, વગેરે કરવા એકાંતમાં ધ્યાન, સ્વનિરીક્ષણ, ચિંતન કે લેખન જેવી પ્રવૃત્તિઓ કરવી. મૌનની ગહનતામાં આત્માના આનંદને સ્પર્શ થાય છે. મુનિઓને મૌનને આવો અનુભવ હોય છે. આગળ વધતાં રેજે છૂટક કે સળંગ ત્રણ કલાકનું મૌન લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org