________________
૧૫
પ્રાણાયામ, ધ્વનિઅનુપ્રેક્ષા કે મૌન જેવાં પ્રયોગાત્મક સાધનોને યથાયોગ્ય ‘ઉપયોગ કરવો આવશ્યક છે.
ચિત્તની ચંચળ કે અશુદ્ધદશામાં ધ્યાનમાર્ગમાં પ્રવેશ મળ શકય નથી અને એવી દશામાં અટકીને બેસી રહેવું પણ યોગ્ય નથી. જિજ્ઞાસ આત્માએ તાત્કાલિક સુયોગ શોધીને શુભારંભ કરી દે. આ સ્વાધ્યાયમાં ચિત્તની સ્થિરતા માટે કેટલીક વાસ્તવિક અને રસપ્રદ હકીકત પ્રસ્તુત થઈ છે તે ઉપયોગી નીવડશે. તે પછી ધ્યાનનું રહસ્ય લક્ષમાં આવશે અને ચિત્ત સહજપણે ધ્યાનમાર્ગ પ્રત્યે આકર્ષાયેલું રહેશે.
' સ્વાધ્યાય ૭ : યોગાભ્યાસની સમીક્ષા
અહીં પ્રશ્ન થાય કે ગાભ્યાસ શા માટે? તો તેનું સમાધાન એ છે કે મન શુદ્ધિ સ્વનિરીક્ષણ, ચિત્તની સ્થિરતા કે ચિત્તવૃત્તિઓના નિરાધ વગર મ્યાનમારની યાત્રા સંભવ નથી. આ માગ સાધક માટે દુરારાધ્ય હેવાથી તેને માટેની યોગ્ય ભૂમિકાનું સુંદર સૂત્રબદ્ધ ગૂંથન યોગશાસ્ત્રોમાં યોગીજોએ કર્યું છે..
ગાભ્યાસના પ્રખર યોગીઓ આજે પણ આ ભારતભૂમિ ઉપર કવચિત વિદ્યમાન છે. અભ્યાસથી કે નૈસર્ગિક રીતે ગારૂઢ થયેલા મહાત્માઓનાં દર્શન ક્યાંક ક્યાંક આજે પણ પ્રાપ્ત છે. તવદર્શનના પ્રકારભેદે કંઈક ભેદ જણાય, તોપણ યોગાભ્યાસની દષ્ટિએ આસન, પ્રાણજય, શ્વાસજય, ધારણા, ધ્યાન જેવી સૂક્ષ્મ વસ્તુનું આજે પણ ઘણું સંશોધન થતું રહ્યું છે, અને સાધના પણ થતી રહી છે.
આ સંશોધન કઈ યંત્રથી નથી થતું, પરંતુ ચિત્તની સ્થિર દશા અને આત્માના પુરુષાર્થ વડે થાય છે. ગાભ્યાસ દ્વારા અનેક પ્રકારની લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને તેના પ્રયોગો પ્રસિદ્ધિ પામ્યા છે, જેમ કે અગ્નિમાંથી પસાર થવું, ભૂમિથી અધર ચાલવું, પાણી પર ચાલવું, કે જમીનમાં દટાઈ રહેવું વગેરે. જે ગસાધના આત્મલક્યું ન હોય તે આવી લબ્ધિઓ કે સિદ્ધિ સાધકને પ્રલોભનમાં ગૂંચવીને લેકનિદર્શનમાં જોડીને, લેકેષણુના ખાડામાં ઉતારી દે છે, પાણીમાં માછલાં પણ નાવ વગર તરી શકે છે. પક્ષી હવામાં અધ્ધર રહે છે અને ઊડે છે, કાચ ભૂમિમાં દિવસો સુધી દટાયેલું રહે છે. માનવને એ સિદ્ધિઓથી શું લાભ છે તે વિકજનોએ વિચારી લેવું અને લબ્ધિ-સિદ્ધિઓને આત્મલક્ષે ગુપ્ત કરી દેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org