________________
૧૪
જીવની પ્રકૃતિમાં ક્રોધ, કપટ, માન કે લેભ જેવા તીવ્ર પ્રતિભાવો ઊભા હોય અને નિરીક્ષણ થાય તે તે, એક ચોક્કસ ચેકઠાની પ્રતિક્રિયા હશે પણ તટસ્થ નિરીક્ષણ નહિ હોય. તેથી સ્વનિરીક્ષણ વડે સ્વદોષ જેવા અને દૂર કરવા. પણ મુખ્યત્વે અહમને કારણે તટસ્થ નિરીક્ષણ બની શકતું નથી. પણ જે કંઈ પ્રતિકુળ બને તેમાં પરદેષ જોવે અને અનુકુળ બને તે સ્વાભિમાન પોષવું, આવી પ્રતિક્રિયા અહમને કારણે થતી રહે છે. માટે એકાંતે સ્વનિરીક્ષણ કરવું અને મનની વૃત્તિઓને સમજી તેમાંથી દોષને છાંડવા અને ગુણોની વૃદ્ધિ થાય તે ઉત્તમ જીવનક્રમ રાખ. તેના સંદર્ભમાં આ સ્વાધ્યાયમાં અભ્યાસની દૃષ્ટિએ કેટલીક રજૂઆત કરી છે.
સ્વાધ્યાય ૬ : ચિત્તસ્થિરતા મનની શુદ્ધિ, સ્વ-નિરીક્ષણ અને ચિત્તવૃત્તિઓના ઉપશમન પછી ચિત્તની સ્થિરતા આવે છે. મન, વચન અને કાયાના યોગોની પ્રવૃત્તિઓ -શાંત થાય છે. વિષયાકુળ ચિત્ત વિનયાવિત થઈ અંતરમુખ થાય છે. અહીંથી સાક્ષાત્ ધ્યાનમાર્ગની પ્રવેશચિઠ્ઠી મળે છે.
- ચિત્તસ્થિરતા થયા પછી જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય અને સત્સંગ -આદિ સવ અનુષ્ઠાનની, કક્ષા અનુસાર, સાર્થકતા થાય છે, અને આત્માનો -સતને પ્રતિસાદ મળે છે.
આ કક્ષાએ આત્મત્વ શું કે આત્મવિચાર શું તે સમજાય છે, આત્મવિચાર ધારણ થાય છે અને લાંબા સમય તે સ્થિરતા પામે છે. ચિત્ત જ
સ્વયં આત્મચિંતનરૂપે રહે છે. સાધક જાણે કે સાધુ જેવી દશાને અનુભવ કરે છે.
ચિત્તની સ્થિરતા વડે પરિણામની નિર્મળતા વધે છે. તેવી સ્થિરતા, નિર્મળતા કે ચિતનરૂપ પળમાં કઈ પળ ધ્યાનની અનુભૂતિરૂપે પ્રકટ થાય છે. તેની પ્રતીતિરૂપે આત્મા નિરપેક્ષ આનંદ તથા નિરામય કલેશરહિત સ્થિતિ અનુભવે છે.
આવી ઉત્કૃષ્ટદશાની અને અનુભવની વિશાળ સંભાવના માનવજીવનમાં સવિશેષપણે અંતગત રહેલી છે. તેને પ્રકટ થવા ચિત્તની સ્થિરતા ઉત્તમ અંગ છે. તે સ્થિરતા માટે અષ્ટાંગયોગના ક્રમિક વિકાસના પ્રકારનું પ્રદાન ઘણું મહત્વનું છે. પરંતુ ગૃહસ્થદશામાં તે પૂર્ણપણે શકય ન હોવાથી ફક્ત પાત્રતા માટે ચિત્તની સ્થિરતા કેળવવા શ્વાસ કે કાય-અનુપ્રેક્ષા, આસન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org