________________
યોગાભ્યાસનું પ્રથમ અને અંતનું લક્ષ એક આત્મપ્રાપ્તિ જ હેવું જોઈએ, અને તેની સાધનાના સમયને જે ગાળો છે, તેને અંતયાત્રા જાણવી જોઈએ. કારણ કે ગાભ્યાસના યથાર્થ પુરુષાર્થ વડે આત્મા. પરમાત્માપદને એગ્ય બને છે.
યોગ-મોક્ષમાર્ગમાં પ્રવર્તવું તે યોગ છે.
ગશાસ્ત્રના પ્રણેતા મહર્ષિ શ્રી પતંજલિના “ગદર્શનમ' ગ્રંથનું ઉપયોગી થાય તેવું સંક્ષિપ્ત સંકલન પરિશિષ્ટમાં આપ્યું છે. વળી આચાર્ય શ્રી હરિભદ્રવિરચિત યોગદષ્ટિ-સમુચ્ચય ગ્રંથમાં અષ્ટાંગયોગનું આઠ દષ્ટિ સાથે તુલનાત્મક વિવરણ આપવામાં આવ્યું છે તે પણ પરિશિષ્ટમાં ટૂંકમાં રજૂ કર્યું છે.
આ સ્વાધ્યાયમાં ગાભ્યાસ શા માટે તેનું સમાધાન મળી રહેવા. સંભવ છે.
સ્વાધ્યાય ૮: ધ્યાનનું રહસ્ય આગળના સ્વાધ્યાયના ક્રમમાં ધ્યાન વિષે વિવિધ પ્રકારે સ્પષ્ટતા અને જ્ઞાનવૃદ્ધિ થયા પછી સાધક આ માર્ગને પ્રયોગાત્મક રૂપ આપે તે ધ્યાનમાર્ગનું સત્ત્વ અને તવ જીવનમાં પ્રતિસાદ આપે છે, તે પ્રતિસાદના આસ્વાદે જીવન પાણીના પ્રવાહની જેમ આ દિવ્ય માર્ગે આગળ ધપે છે. ધ્યાનમાર્ગના સાધકને પ્રારંભિક ભૂમિકાએ નડતા – મનની અશુદ્ધિ, ચિત્તની ચંચળતા, કલેશિત પરિણામે, તત્ત્વની શંકા, અજ્ઞાન કે વિપર્યાસબુદ્ધિ જેવા અવધે આગળની ભૂમિકાએ શમી જાય છે, કે નષ્ટપ્રાય થઈ જાય છે. જીવન પ્રશાંત બની સહેજે ઔદાસીન્યતા સેવે છે. તે પછી આત્મસંવેદનનું ઊપજવું, સહજાનંદનું પ્રગટ થવું, નિર્મળદશાનું પરિણમવું કે ચિત્તધૈર્યનું સિદ્ધ થવું, આવી સહજ અવસ્થાઓને આવિર્ભાવ–એ યાનનું રહસ્ય છે. તેના અંશો ભૂમિકા અનુસાર પ્રગટતા જ રહે છે અને જીવન કૃતકૃત્ય થઈ જાય છે.
જેમ જેમ ગુરુકૃપાપ્રસાદ યાનનું રહસ્ય અને તેનો અચિંત્ય મહિમા સમજાતા જાય છે, તેમ તેમ જીવ પાર્થિવ વાસનાઓથી ઉપર ઊઠી અલકિક રહસ્ય પામવાનો અધિકારી બને છે અને પછી તે આમૂલ પરિવર્તનનું સાહસ સહેજે થતું રહે છે. મિશ્યામતિ દૂર થાય છે અને સમકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org