SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ધ્યાન: એક પરિશીલન તટસ્થતા ટકી શકતી નથી. માટે સાક્ષીભાવ કેળવવો એ સાધકને માટે અનિવાર્ય છે. ૦ “તું આત્મથી જ આત્મમાં સાક્ષી ભાવના શિક્ષણમાં અપ્રમાદ એ બળવાન તત્વ છે. જાગૃતિ–અપ્રમાદ અને સાક્ષીભાવ તે સહેદર બંધુ જેવા છે. ચિત્તસ્થિરતા માટે આ બંને તો આધારભૂત છે. અપ્રમાદની દશા જેટલી વિકસિત હોય તેટલી ધ્યાનારાધનમાં એકાગ્રતા સઘન થાય છે. તે પછી ચિત્તમાં નિરર્થક તરંગે ઊપજતા નથી અને એક વિષય પર સાધક સહેજે એકાદ કલાકનું ચિંતન સ્થિરતાપૂર્વક કરી. શકે છે. આ પછી કમિક વિકાસ સાધકને, ધ્યાનની સ્થિતિમાંથી આગળ વધારીને સમાધિદશા સુધી લઈ જઈ શકે છે. આવું અદ્દભુત રહસ્ય આ માનવદેહમાં રહેલા ચેતન્ય વડે પ્રાપ્ત છતાં વિલંબ થવાનું શું પ્રયોજન ? અથવા કેમ થાય છે તે ઊહાપોહ વારંવાર કરે તે સ્વ-દયા અને સ્વરૂપદયાનું રહસ્ય શું છે તે પણુ સમજમાં આવશે. અંતમાં સર્વ અવસ્થામાં જે જુએ છે, જાણે છે અને છતાં નિરાળો રહે છે, તે આત્માનું ત્રિકાળી અચળ અસ્તિત્વ છે, તે વિચાર અને શ્રદ્ધા તે પણ ઘણું મહત્ત્વનાં છે. મનની શુદ્ધિ અને ચિત્તની સ્થિરતા થતાં અનુભૂતિ સહજ બને છે. આત્મવિચારની ગહનતામાં મનને લય થતો જાય છે. મન જ્યાં આત્મચરણે બેસી ગયું કે ઇંદ્રિયે તેને વગર કશી જ ઊથલપાથલ કરી શકે તેમ નથી, મન અને ઇન્દ્રિયેની આવી શાંત દશા તે મૌનની સિદ્ધિ છે. તે દિવ્યશક્તિને આવિર્ભાવ છે. પ્રચંડ વાવાઝોડામાં પણ જે મહોર આંબાને છેડતો નથી, વળગી રહે છે તે તેના ફૂલમાંથી ફળ પાકે છે. તે પ્રમાણે ઇદ્રિયજન્ય વૈષયિક ભૌતિક સુખના પ્રચંડવેગમાં પણ જે સાધક પિતાના પથને સ્થિરતાથી ગ્રહણ કરી રાખે છે તે પિતાના ધ્યેય સુધી પહોંચે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy