________________
ધ્યાનમા માં ચિત્ત િસ્થરતા
૧૩૧
સાક્ષીભાવ વિકાસ પામે છે. પછી બાહ્ય પદાર્થોનું આકર્ષીણુ શમતુ જાય છે.
પ્રારંભમાં સોંકલ્પ વિકલ્પ, વિચારો ઊઠશે તેને જોવા અને જાણવા. પણ મનને તેની પાછળ દોડવા ન દેવુ. વિચાર ોડે, તાપણુ દેહને તેની પાછળ સક્રિય થવા ન દેવા. જેમ કે ઘરમાં એક ડખ્ખામાં મનગમતા પદાર્થ પડયો છે. વ્યક્તિ કંઈક વાચન કરે છે, તેને એકાએક પેલા પદાર્થીની સ્મૃતિ થઈ આવે છે, મનમાં તેની આસક્તિ જન્મી, વિચાર-વિકલ્પ લખાયા, વારંવાર વિકલ્પ ઊઠવા લાગ્યા. અને મને દેહને ત્યાં જવા કહ્યું. કસમયે પણ એ પદાર્થનું સેવન થયું. આવું અન્ય ઇંદ્રિયના વિષય વિશે પણ સમજવું. માટે ધ્યાનસાધકે કેટલાક સયમ અને નિયમ સહેજે ગ્રહણ કરવાની આવશ્યકતા છે. સમજપૂર્વક કરેલા સયમાદિ આનંદદાયક હોય છે. કોઈ પણ વિચાર કે વિકલ્પથી વ્યાકુળ ન થવું. તેને જોવા-જાણવા અને દૂર કરવા અથવા તેને સ્થાને સદ્વિચારાને સ્થાપન કરવા.
સાક્ષીભાવનું શિક્ષણ એટલે અસ્તિત્વને વિકલ્પથી ભિન્ન જોવુ વિકલ્પ કે વિચાર એ સૂક્ષ્મ દૃશ્ય છે. ‘હુ” દ્રષ્ટા છું, એવા ભેદ સ્પષ્ટ થતા જશે અને દ્રષ્ટા પ્રત્યે ઢળતાં સાધકને પોતાના દ્રષ્ટાભાવમાં સ્થિર થયેલા આત્માના અનુભવ થશે. નિરંતર સ`કલ્પવિકલ્પના ચાલતા પ્રવાહને રોકવાના, પરિવર્તીત કરવાના આ ઉત્તમ ઉપાય છે. તટસ્થ અને સ્થિરતાપૂર્વકના અવલાકનથી પોતાના વિચારો, જેમ કોઈ વસ્ત્ર-વાસણ કે વ્યક્તિને દેખીએ તેટલા સ્પષ્ટ દેખાશે એટલું જ નહિ પરંતુ અન્યના વિકલ્પાદિ પણ આપણને સ્પષ્ટપણે જણાય છે એને જ્ઞાનના ક્ષયાપશમ (એક વિશેષ શક્તિ) કહી શકાય.
એક ક્ષેત્રાવગાહી દેહમાં આત્મા પ્રદેશે પ્રદેશે વ્યાસ છે. તેમાં શુદ્ધ ચૈતન્ય અખંડપણે સમાયેલું છે. એમાં જાણવાની અસીમ શક્તિ છે. મન દ્વારા લેવા-જાણવાનું મર્યાદિત છે. વળી જ્ઞાન અને અંતરષ્ટિ અશુદ્ધાવરણથી છવાયેલાં છે. રુચિ-અભિરુચિના ભાવા મેહ અને અજ્ઞાનરૂપે આવરણ પેદા કરે છે. એથી જોવા-જાણવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org