________________
૧૩૦
ધ્યાનઃ એક પરિશીલન - પરાપૂર્વનું આરાધન એકતા પામ્યું. કેઈ પ્રયાસ કે કર્તવ્ય શેષ ન રહ્યું, ત્યારે તેઓ પૂર્ણતા પામીને ધન્ય બની ગયા. દેહનું આમૂલ વિસર્જન કરી અમર થઈ ગયા. આ ભૂમિને માનવ આવા પરમસ્વરૂપને વિસ્મત કરશે તે તેનું દારિદ્રય કોણ મિટાવશે ? “અમૃત ઝરે તુજ મુખરૂપી, ચંદ્રથી તો પણ વિભુ ! ભીજાય નહીં મુજ મન અરેરે ! શું કરું હું તો પ્રભુ ! પથ્થર થકી પણ કઠણ મારુ મન ખરે ! ક્યાંથી દ્રવે ! મકર સમા આ મન થકી હું તે પ્રભુ હાર્યો હવે.”
–શ્રી રત્નાકરપચીસી ધ્યાનના અભ્યાસની કે અનુભવની જિજ્ઞાસા જાગે ત્યારે ધ્યાનસાધકે અણખેડેલી કે અણુવિકસેલી ચિત્તની ભૂમિકાને ખેડીને વિકસિત અને સ્વચ્છ કરવી પડે છે. સુષુપ્ત પડેલી આત્મશક્તિઓ માત્ર દૈહિક ચેષ્ટા વડે જાગે તેવી કોઈ શક્યતા નથી. આત્માની દિવ્ય શક્તિને પ્રગટ થવા શુદ્ધિસહિતની સ્થિરતા અને તે પછી ધ્યાનની અનુભૂતિ તે એક ઉત્તમ સાધન છે. ૦ સાક્ષીભાવનું શિક્ષણ
દેહ અનિત્ય છે. તે નાશ પામે છે. આત્મા નિત્ય છે, તે દ્રવ્ય નાશ પામે તેવી જગતમાં કઈ વ્યવસ્થા નથી. સર્વ અવસ્થામાં તે કાયમ રહે છે. દેહ બદલાય છે, ભાવ બદલાય છે કે સ્થળ બદલાય છે, આત્માનું ચૈતન્યરૂપે ટકી રહેવું તે તેને સ્વભાવ છે. સર્વ અવસ્થામાં આત્મા ઉપગ વડે પદાર્થને જાણે છે અને જુએ છે. પરંતુ પરિણામ-ઉપગ બહારના પદાર્થોમાં હિતબુદ્ધિએ કરીને સુખ-દુઃખની લાગણુઓ ઉત્પન્ન કરે છે અને પરિણામમાં અશુદ્ધિ ભળે છે. આમ અનંતકાળથી-દીર્ઘકાળથી ચાલ્યું આવે છે. જેમ જેમ આત્માના ગુણની વાત સમજમાં આવશે, કે આત્મા તે દર્પણ જે છે, તે પ્રતિબિંબને ઝીલે છે, ચેતના ગુણે કરીને જાણે છે અને જુએ છે, અશુદ્ધ થવા રૂપ તેને સ્વભાવ નથી, તેમ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org