________________
ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા .
૧૨૯ તેને પ્રગટ થવામાં અવરોધ, મનની અસદુવાસનાઓને અને અધરૂપ જડતાને છે. “હું” રાગી, કામ, ક્રોધી, લાલચી કે કપટી મટી જાય તે જ્ઞાન સ્વતઃ પ્રગટતું રહે છે. સ્થિરતા અને અવકન વડે મનના આવેગે શમે છે. કામ ક્રોધાદિ દૂર થાય છે. તે માટે ખૂબ અભ્યાસની અગ્રિમતા અને અનિવાર્યતા છે. ૦ સવિ જીવ કરું શાસનરસીને મંત્ર
ધર્મ એ અનુભવનું સ્વરૂપ છે. ધર્મ માનવને સુખ આપે છે. તે સુખ દિવ્યતારૂપે પરિણમી જીવનને ધન્ય બનાવે છે. ધર્મથી પ્રાપ્ત થતું સુખ નિર્દોષ છે. તેમાં કોઈ ને ત્રાસ કે દુઃખને પ્રાયે પ્રસંગ હેત નથી. ઉદાત્તભાવના વડે જીવન ધર્મમય બને છે. જીવનચર્યા સરળ અને મૈત્રીભાવપૂર્ણ હોય છે. જગતના જીવે પ્રત્યે મૈત્રીભાવ વ્યાપક થેવે તે માનવનું મહાન કાર્ય છે. હું અને મારું આવી સંકુચિત દષ્ટિ માનવજીવનને વ્યર્થ બનાવે છે, સહિષ્ણુતા, ઉદારતા અને નમ્રતા સાથે વિશાળ મૈત્રીભાવને ઉદ્દભવ શક્ય બને છે. જગતના છ મારા જેવું જ સુખ ચાહે છે. તેમના કલ્યાણમાં મારું કલ્યાણ છે, તેવી ઉત્કટ ભાવના દઢ થઈ કરુણારૂપે વહે છે ત્યારે સહજ ભાવે ભાવનાના ઉદ્દગાર નીકળે છે કે
“સવિ છવ કરું શાસનરસી. ઇસી ભાવદયા મન ઉત્સસી.
–શ્રી દેવચંદ્રજીકૃત સ્નાત્રપૂજા આવી ઉત્કૃષ્ટ ભાવનાના બળે તે આત્માએ સર્વજ્ઞાપણું પામીને પરમ કરૂણાશીલ થઈ જગતને સર્વોત્તમ કલ્યાણને માર્ગ દર્શાવતા રહ્યા છે, રહે છે અને રહેશે.
આવા મહાત્માઓએ ચેતનાની આવી પરમ અભિવ્યક્તિ માટે સંસારના મહા ઝંઝાવાતને પણ પડકાર્યો. મનના આવેગોને અલ્પ સમયમાં શમાવી દઈ મહાન મનાય કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org