________________
૧૨૮
ધ્યાન એક પરિશીલન
સતનું ધ્યેય રાખવું અને સને આરાધવુ જેથી સત્ સરૂપે પ્રગટ થાય. તે સત્ નિકટવર્તી છે.
શાસ્ત્રોક્તિ છે કે—
“ભૃંગીલિકાને ચટકાવે તે ભૃંગી જંગ જોયે રે.
દરમાં રહેલી ઇયળને બહાર રહેલી ભમરી થોડી વારે દરમાં જઈને ઈયળને ચટકા મારે છે, થોડા દિવસ આવા ક્રમ ચાલે છે અને ઇયળ ભમરી રૂપે દરમાંથી બહાર નીકળી આવે છે. તે દૃષ્ટાંતે સાધક વારંવાર પોતાની જાતનું અવલાકન કરી તે પોતે એક શુદ્ધ તત્ત્વ છે તેવા ચટકો રાખ્યા કરે તેા ક્રમે આત્મત્વ પ્રગટ થઈ શકે છે.
જે વ્યક્તિ જાગ્રત થતી નથી તેને આ માર્ગ અપરિચિત લાગશે અને પ્રારંભ કરે ત્યારે પ્રથમ કંટાળા પણ લાગશે. વળી રૂઢિગત ક્રિયામાં સમૂહ વચ્ચે વ્યક્તિને એક જાતની સલામતી લાગવાથી, મિથ્યા સમતા કે શાંતિ લાગવાથી તે એમ માને છે કે પોતે ધર્મ કરે છે. આવી ભ્રમણાને કારણે ધમી કહેવાતા છતાં તે જીવા એક પ્રકારના કોચલામાંથી બહાર નીકળતા નથી. જો તેવા ધર્મવાંછુઓ ધર્મના સાચા મર્મ સમજે, તે આત્મવિચાર પરિણામ પામી શકે. તે પછી ચિંતનરૂપી ભ્રમર, મનની શુદ્ધ થયેલી ભૂમિને વારંવાર ચટકા મારે તો સૂમ ચેતના જાગ્રત થાય, અને સત્ય શુ' છે તે સમજમાં આવે. એટલે વમાનની અશુદ્ધ. દશાનું વાસ્તવિક ભાન થતાં મિથ્યા માન્યતાના કોચલામાંથી બહાર નીકળવાનું સાહસ સહેજે થાય અને સાધક સાચા ધર્મોના માર્ગમાં આવે. પછી મનના દે!ષા-વિભાવે સહેજે ખરી પડે. આવું મુક્ત મન એકાગ્ર થઇ સ્વરૂપમાં લય પામતું જાય છે ત્યારે તેના સ્વરૂપના અનુભવ થાય છે.
અનિત્ય પદાર્થ વડે નિત્ય પ્રગટ થતું નથી, અસત્ દ્વારા સત્ પ્રગટ થતું નથી, માત્ર મન દ્વારા આત્મા પ્રગટ થતા નથી. મન કે ચિત્ત જેવાં સાધનાની શુદ્ધિ થતાં સત્ પ્રગટ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org