________________
૧૨૨
ધ્યાનમાગ માં સ્વશિક્ષણનુ
અગત્યનું સ્થાન છે.
વર્તમાન સમયમાં શાંતિની અભિલાષાએ પણ કેટલેક જનસમૂહ ધ્યાનાભિમુખ થતા જોવામાં આવે છે. ધ્યાનમાર્ગના ઉપાસક પોતાની નિષ્ઠા, ભૂમિકા અને નિશ્ચય પ્રમાણે આ માર્ગનું તત્ત્વ પામે છે. જેમ કે, શાંતિગ્રાહક શાંતિ મેળવે છે, આનંદના ચાહક આનંદ મેળવે છે, લબ્ધિ-સિદ્ધિના ચાહક તેવું કંઇક મેળવે છે અને મુક્તિના ચાહક ક્રમે કરીને મુક્તિ મેળવે છે. જેમ મેટી સ લાઈટને પ્રકાશ તેની આગળ જેવા રંગના કાગળ મૂકે તેવા પ્રકારના પ્રકાશને જણાવે છે, તેમ ધ્યાનમાર્ગે અભીપ્સાને જે પ્રકાર હશે તે પ્રમાણે તેનું પિરણામ થશે.
ધ્યાનઃ એક પરિશીલન
ધ્યાનસાધકો માટે વર્તમાનયુગમાં ધ્યાન, સાધના-કેન્દ્રો, ધ્યાનશિબિરા, ધ્યાનયોગ કેન્દ્રો, ધ્યાન-શિક્ષણ જેવા વિવિધ પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. તેમાં કયારેક શેખ, કુતૂહલ, ફેશન, રંજન કે ચિત્ જીવનની તીવ્ર જિજ્ઞાસા કે સાચા સુખની અભિલાષાએ, ‘આત્મલક્ષે' જનસમૂહ ધ્યાનની દિશા પ્રત્યે સન્મુખ થવા પ્રેરાયે છે. આ એક શુભચિહ્ન તા છે જ. આ માગે સફળ થવા ઇચ્છતા સાધકે જીવનને ધ્યાનમાર્ગની યોગ્ય ભૂમિકા માટે પરિવર્તીત કરવું પડે છે, અને સ્વશિક્ષણના પરિશ્રમ ઉઠાવવા પડે છે.
ધ્યાનશિબિરે। જેવા સામૂહિક કાર્યક્રમામાં શ્વાસ કે કાય અનુપ્રેક્ષા જેવાં અવલંબનેા અથવા સ્વ-અવલાકન કે જપ જેવા અભિગમો દ્વારા પ્રાથમિક શિક્ષણ મળતું હાય છે. તેવાં અવલબના સાધનામાં ચિત્તની સ્થિરતા માટે સહાયક બને છે. પરંતુ સમૂહના કાર્યક્રમો પછી જો સાધક પોતે તે શિક્ષણના પ્રકારનુ સેવન નિત્ય ન કરે તે આવા કાર્યક્રમે રંજનરૂપ કે સ્થળાંતર દ્વારા હવાફેર જેવા થઈ પડે છે. સામૂહિક કાર્યક્રમ પછી જ સાધકની સ્વશિક્ષણરૂપ સાધનાનેા પ્રારંભ થાય છે, તે નિષ્ઠાપૂર્વક થા જોઇએ. અને તે દૈનિક જીવનનું એક અંગ છે તેમ સમજી એવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org