________________
ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા
૧૨૧ તેનું લક્ષ એક જ છે કે આત્મભાવના દ્વારા સમતાની પ્રાપ્તિ અને મમતાને નાશ, અર્થાત્ દેહાધ્યાસનું વિસર્જન અને ભવગથી મુક્તિ .
મનેભૂમિકાએ બહારના સ્થૂલ પદાર્થો પ્રત્યે નિરંતર જેવા ટેવાયેલું મન અલ્પ અભ્યાસ દ્વારા કાંઈ સૂકમ ઉપયોગમાં સ્થિર થતું નથી. વિદ્રોહ કરીને, ફરીફરી લેકમાં ફરવા નીકળે છે. માટે પ્રથમ પિતાના જ શ્વાસ જેવા નિર્દોષ સાધનનું અવલંબન લયબદ્ધ એકાગ્રતાના અભ્યાસ માટે પ્રારંભિક ભૂમિકાએ ઉપયોગી બની શકેકારણ કે શ્વાસપ્રશ્વાસ એ સહજ નિર્દોષ દૈહિક ક્રિયા છે. તે પછી આગળ વધી નિયમિત થયેલા ઉપયોગને જ્ઞાનસ્વરૂપી આત્મા પ્રત્યે વાળી ચિત્તમાં રહેલા મળને વિસર્જન કરવાનું છે. ચિત્ત ભમતું રહે તે આવી કિયા થવી સહજ નથી, અને દેહભાવનું પ્રાધાન્ય વધતું રહે તે આત્મભાવની વિસ્મૃતિ ચાલુ રહેશે.
જીવને જેટલી અબોધતા તેટલી આત્મવિસ્મૃતિ હોય છે. બધપ્રાપ્ત સાધક હર્ષ-વિષાદના પ્રસંગે સમતુલા જાળવે છે. ગૃહસ્થ સાધકને સ્ત્રી, પુત્ર, પરિવાર, વ્યવહાર, વ્યવસાય અને પ્રસંગોચિત કાર્ય કરવાં પડે છે. તેમાં રાગજિભા વિષમ કે પ્રતિકૂળ સંગે ઊભા થાય તે સ્વાભાવિક છે. ધ્યાનને અભ્યાસી સાધક સામાન્ય સંસારી જીવ કરતાં આ સ્થાને જુદો પડે છે. તે જાગૃતિપૂર્વક પિતાના જ્ઞાન-બોધ દ્વારા સંગને સમતાથી નિભાવી લે છે.
“જ્ઞાની નિર્ધન હોય, અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય, અથવા ધનવાન હોય, એ નિયમ નથી. પૂર્વ નિષ્પન્ન શુભઅશુભકર્મ પ્રમાણે બંનેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે. અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે.”
–શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક ૬ ૦૩. આમ સાધક સ્વાધીન છે અને સંસારી સગને આધીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org