________________
ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા
ચિત્તસ્થિરતા એ ધ્યાનમાર્ગનું મહત્ત્વનું અંગ મનાયું છે.
ચિત્તની જે સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે પુરુષના ગુણોનુ ચિંતન, તેમનાં વચનેનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાના ફરી ફરી નિદિધ્યાસન, એમ થઈ શકતું હોય તે મનને નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે, પણ ઉદાસીન ભાવે ચિત્તસ્થિરતા સમય પર તેની ખૂબી માલુમ પડે.”
–શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત ૨૯૫.
ચિત્ત-સ્થિરતા
ચિત્તસ્થિરતા વગરનું ધર્મઅનુષ્ઠાન કે શુભ અવલંબન ધર્મધ્યાનને અનુરૂપ નીવડતું નથી. ચિત્ત અનેકમાં ભમે અને મંત્રજપ, શાસ્ત્રઅધ્યયન કે ભક્તિનાં પદોનું કીર્તન થાય તે તે શુષ્કકિયા છે તેમ જ્ઞાનીઓએ કહ્યું છે. ચિત્તની સ્થિરતા કેળવવી, તે માટે તન્મયતાપૂર્વક વિવિધ પ્રકારનાં અવલંબન લેવાં, જે કે તે અવલંબને શુભકિયાઓ છે, તે પણ આત્મજાગૃતિ સહિત તે ક્રિયાઓ દ્વારા ચિત્તની શુદ્ધિ, અને સ્થિરતા કેટલેક અંશે કેળવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org