________________
૯૮
ધ્યાન ઃ એક પરિશીલન આ મૌન શું છે?
“વકતૃત્વ મહાન છે પણ મને તેથી પણ મહાન છે. મૌન આપણું દિવ્ય વિચારનું પવિત્ર મંદિર છે. જે વાણું ચાંદી છે તે મૌન સેનું છે અને જે વાણુ માનવીય છે તે મને એક દિવ્ય પ્રેરક શક્તિ છે. મૌન એક મહાન સાધન છે. પરંતુ આપણામાંથી બહુ ઘેડાને તેને સદુપયેગ આવડે છે.”
ડે. સેનેજી કૃત સાધકસાથીમાંથી, “મૌનને મહિમા.” માનવનું જીવન જટિલ છે. વિચારવાન માનવ તેને કુટિલપ્રપંચી બનાવતું નથી પણ જટિલતા દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. જીવનના સંબંધે અને પ્રસંગને તટસ્થભાવે યથાર્થપણે જાણે, સમજે અને વતે તે તેમાંથી અંતઃ પ્રેરણું જાગ્રત થાય છે. આત્મવંચના કે છલના તે કરી શકતું નથી. આવા દોષે જ ચેતનાને ખંડિત કરે છે તેથી જીવ સમગ્ર સત્તારૂપી આત્માને અનુભવ કરી શકતું નથી. એમ દીર્ઘકાળથી આત્મસ્વરૂપનું વિસ્મરણ થયું છે, અને જીવ અજ્ઞાનવશ જીવન હારી જાય છે. ઇંદ્રિય અને મનને પરવશ થઈ બહુમૂલ્ય માનવજીવન નિરર્થક બને છે.
જ મન પઢાવેલા પિપટ જેવું છે. તે પ્રગટ કે અપ્રગટ બેલ્યા જ કરે છે. તેને બોલવાને ખોરાક પાંચ ઈકિયે સતત આપ્યા જ કરે છે. એટલે જે ઈદ્રિયેના વ્યાપારને સંક્ષેપ થાય તે પ્રથમ સ્થૂલ મૌન સાધ્ય થાય. આવશ્યક અને સમ્યમ્ વાણીને ઉપયોગ અંતરાયરૂપ નથી. સ્થૂલ મૌન પછી સંકલ્પ-વિકલ્પ શાંત થવાની ક્ષમતા કેળવાય છે, તે પછી મનનું મૌન સાધ્ય થાય છે.
કેઈ દર્દીના શરીર પર જ્યારે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તેને ઔષધ દ્વારા બહેશ કરવામાં આવે છે, અને તે વખતે તેના શ્વાસ-પ્રાણ, નાડીના ધબકારા ચાલુ જ હોય છે. ચેતનની ઉપસ્થિતિ છે, પણ ઇદ્રિના વ્યાપાર શાંત છે અને મન શાંત થયું છે, તેથી શરીર પર શસ્ત્રકિયા થવા છતાં મનુષ્ય એક ઉંહકારે કરતું નથી. ધ્યાનાભ્યાસીઓ અને યેગીઓ જાગ્રત અવસ્થામાં મનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org