________________
મનશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ આવું શાંત કરી દે છે. તેથી ધ્યાનાવસ્થામાં મુનિઓને બાહ્ય વિષમ પરિસ્થિતિ પણ વિચલિત કરી શકતી નથી.
વર્તમાનકાળમાં આચાર્યશ્રી શાંતિસાગરજીને તથા શ્રી રમણ મહર્ષિને મંકડા અને કીડીઓએ ફેલી નાખ્યા, તેય રૂંવાડું ફરક્યું નથી. એક દીવાનના મહેલમાં ચેરે તેમની સામે ચોરી કરી ગયા પણ દીવાન તે પ્રભુભક્તિમાં લીન રહ્યા. સુદર્શન શેઠને ધ્યાનમુદ્રામાં જ ઉપાડી જવામાં આવ્યા પણ એક રેમમાં તેની અસર થઈ ન હતી.
જાગ્રતદશામાં ઇંદ્રિય અને મનને વ્યાપારનું આવું શાંત રહેવું તે મનનું મૌન છે. તે દશામાં થતો સમગ્ર વ્યવહાર તે મૌનની અભિવ્યક્તિ છે. વાણુનું મૌન ધૂલ છે; તે જરૂરી છે. પણ મનના મૌન વડે ઉપગની શુદ્ધતા થાય છે અને વચનસિદ્ધિ જેવા દિવ્યગુણે પ્રગટે છે.
પ્રારંભમાં મનને શાંત કરવું કે જીતવું દુષ્કર લાગે છે, કારણ કે અનાદિકાળની વાસનાઓ વારંવાર ઊઠે છે. વાસનામાંથી તૃષ્ણ જન્મે છે, તેમાં લેભ ભળે છે અને અહંકાર પૂતિ કરે છે. તેથી મનુષ્ય અનેક કુકર્મ કરવા પ્રેરાય છે. વળી મિથ્યા વાસનાઓ પિલાતી જાય છે. ત્યાં વિવેકજ્ઞાન અને અનાસક્ત ભાવ વડે જ મન શાંત થાય. મનુષ્ય કેટલાયે સગુણ ધરાવતું હોય પણ જે મનને આધીન થયે તે મન તે સઘળા ગુણેને ભૂલવી દે છે.
મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મરદને ડેલે બીજી વાત સમરથ છે નર તેહને કેઈ ન લે; હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે.
–શ્રી આનંદઘનજીકૃત સ્તવન. મનની વૃત્તિઓની જડ, જ્યાં સુધી મૂળમાંથી નીકળી નથી હોતી ત્યાં સુધી તે સહેજ નિમિત્ત મળતાં સમગ્ર મનને આકષી લે છે. રાવણ જેવા સમ્રાટને એક જ વૃત્તિએ કાળને કળિયે બનાવી દીધું હતું તે સુવિદિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org