________________
મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ
S
દિશા-મૂઢ છે, તેની વિચારધારા દેહ અને દેહના સુખ સુધી જ મર્યાદિત રહે છે. એ દેહ તે ‘હું’ જ છું તેવી માન્યતા કરીને જીવે છે અને કર્મ કરે છે. આ અજ્ઞાન તે સર્વ દુ:ખનું મૂળ છે. આમ દેહને અને ચૈતન્યને એક માનવાથી ‘હું’ના અહંકાર સાથે મમકારના વિસ્તાર થાય છે. રાગદ્વેષની જેમ આ અહંકાર અને મમકારના પૈડા પર સંસારીને જીવન-રથ ચાલે છે. આથી આત્મસત્તા અપ્રગટપણે રહે છે. તેને વ્યક્ત થવા દેવા મનઃશુદ્ધિનું સ્થાન પ્રથમ છે.
“પરમનિધાન પ્રગટ મુખ આગળે” અવ્યક્ત રહેલું એવું પરનિધાન આત્મા દેદેવળમાં વિદ્યમાન છે. ચિત્તની સ્થિર અને શુદ્ધ ધરા પર તે વ્યક્ત થાય છે. જે મહાત્માએએ આ પરમિનધાનને પ્રગટ કર્યું છે અને કરે છે તે વ્યક્તમાંથી અવ્યક્તમાં પહેાંચ્યા છે. શુદ્ધધ્યાન તે અવ્યક્તને આત્મસાત્ કરવાના માર્ગ છે. ચિંતવેલા ભૌતિક પદાર્થોનું સુખ સચવાય અને આ તત્ત્વ સંપ્રાપ્ત થાય તે સંભવ નથી. તેને માટે અહંકાર મમકારનું વિસર્જન જરૂરી છે. નિરામય ચિત્ત અપ્રગટને પ્રગટ કરવાના એક ઉપાય છે. તેમ થતાં અવ્યક્ત શુદ્ધપણે પ્રગટ થાય છે.
૦ મૌન એ મનઃશુદ્ધિનું એક સાધન છે
આત્મારૂપી સ્વ દેશ સંસારી જીવને અજ્ઞાને પરદેશ જેવા થઈ ગયા છે. ઘર, વ્યાપાર, સ્ત્રી-પરિવાર વગેરે સંસારગત તૈય પદાર્થોમાં બ્રાંતિને કારણે જીવ, સ્વદેશરૂપ જ્ઞાનક્ષેત્રમાં (આત્મા તરફ) જતાં પ્રારંભમાં મૂંઝાય છે. અને શાત્તુિ જેવાં ઇંદ્રિયજન્ય પરિચિત સાધના ત્યજીને મૌનના અભ્યાસમાં અકળાય છે. મૌનમાં બેસવા જેવી પ્રારંભની ક્રિયામાં જ મનમાં વિકલ્પોના કોલાહલ થતે જણાય છે. શરીર અકડઈને ખેલે છે કે પગ દુઃખે છે, અને વાચાને થાય છે કે મૌન છૂટતાં આમ કહીશ ને તેમ કહીશ. આમ મૌન થવું અનાભ્યાસે અઘરું લાગે છે, છતાં પુનઃ પુનઃ અભ્યાસ વડે સુસાધ્ય છે.
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org