________________
ધ્યાન ઍક પરિશીલન જેમ રાસાયણિક ખાતર દ્વારા હાઈબ્રીજ બાજરીનું ઉત્પાદન વધ્યું છે તેમ આવાં સ્થાનમાં જનસંખ્યાનું પ્રમાણ વધ્યું છે. વડીલજને કહે છે કે હાઈબ્રીડ બાજરીના રોટલામાં સત્વ કે મીઠાશ નથી રહી. તેવું આ ક્ષેત્રનું બન્યું હોય એમ જણાય છે. ધર્મ અને ધર્મનાં સ્થાને વધવા છતાં માનવ ધર્મવિમુખ કેમ દેખાય છે? અધ્યાત્મની જનનીને વારસ ક્યાં ભૂલ્ય છે? ષિજનેએ તે માનવને અમૃતસ્ય પુત્રા' કહ્યો છે, પરંતુ તે હકીક્ત માનવી વિસરતી જાય છે. તેથી ગયા સૈકાના તત્ત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીએ માનવને ગંભીરપણે ચેતવી દીધું કે –
“સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહે?” ૦ અવ્યક્તને વ્યક્ત થવા દે તો ધમ પ્રગટ થશે.
અવ્યક્ત તે આત્મા છે. વ્યક્ત તે દેહ અને બહારનું જગત છે. અવ્યક્ત અને વ્યક્ત ક્ષીરનીરવત્ રહ્યાં છે, એકમેક થયાં જણાય છે, પરંતુ તત્વદષ્ટિએ જોતાં બંને જેટલાં નિકટ છે તેનાથી સવિશેષપણે ભિન્ન છે.
જડ ને ચૈતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર; અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે;
એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા નિગ્રંથને પંથ ભવ-અન્તને ઉપાય છે.
–શ્રીમદ્ રાજચંદ્ર પ્રણત, જડ-ચૈતન્ય વિવેકઆ દેહમાં વિરાજિત પરમતત્ત્વ અપ્રગટપણે રહ્યું છે. જગતના પદાર્થો પ્રત્યેથી ઉદાસીનતા આવે, વૃત્તિ આત્મભાવમાં ઠરે તે. તત્વને કંઈક અનુભવ થાય. જેને આત્મશ્રેયનું ભાન નથી, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org