________________
મનશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ
૯૫ પરિણામે તે સ્વછંદતા તરફ જાણે-અજાણે ઘસડાતું જાય છે. બ્રેકરહિત ગાડી ચલાવે છે. એક બાજુ સ્વછંદતા અને બીજી બાજુ પરાધીનતા–આ માનવજીવનના સંઘર્ષોનાં મહાન કારણે છે. તેને રેગ કહો તો પણ ચાલી શકે.
અમેરિકા જેવા સાધનસંપન્ન દેશમાં દર દસ માણસે એક મનોચિકિત્સકની જરૂર ઊભી થઈ છે. આ મનની એક પ્રકારની સ્વચ્છંદતાનું પરિણામ છે. ત્યાંની ભૂમિના પાયામાં સંતની છાયા મળી નથી. કમનસીબે પરદેશની ઘણી ઉચ્છિષ્ટ વસ્તુઓની જેમ સ્વતંત્રતા સાથે સ્વચ્છંદતાનું આ દુષ્ટ તત્તવ ભારતમાં પ્રવેશ પામ્યું છે. અને આ ભૂમિમાં તેને વાસ હોવા છતાં માનવમન વિકૃત થતું જાય છે. જે કે આને દેષ કેવળ પરદેશની સંસ્કૃતિને આપી શકાય નહિ. મૂળ દેષ આ દેશને માનવ વિવેક ચૂકી સ્વાર્થી બનતે જાય છે તે છે. તેમાં વળી ભારતને ધર્મનિરપેક્ષ (બિનસાંપ્રદાયિક) જાહેર કરીને તેના પુરસ્કર્તાઓ જાણે તેને ધર્મવિહીન કરવા પ્રેરાયા હોય તેવી દુઃખદ સ્થિતિ દેખાય છે.
એક વાર એક મૂળાક્ષરના નકશામાં ગણપતિને બદલે ગધેડાને ” જો ત્યારે તે દુઃખદ આશ્ચર્ય થયું કે ભારતને ભાવિ માનવી શું હશે? આ “ગી શીખીને તેના સંસ્કારે વડે તે કુદરતના પ્રકપનાં ડફણાં ખાતે તે નહિ રહે ને? તેવું થાય તે પહેલાં મનનું સંશોધન કરી તેને પવિત્ર બનાવવું માનવમાત્રનું કર્તવ્ય છે. ૦ ધમની ફળદ્રુપતા માનવને સાચે ધમ પમાડશે?
ભારતભૂમિ એ અધ્યાત્મની જનની છે એ સૂત્ર નવી પેઢીને કાને પડયું હશે? કે એ ભૂતકાળની વાત સમજી વિસરાતી જાય છે? જો કે છેલ્લાં પચીસ વર્ષમાં આ દેશમાં મંદિરે, આશ્રમ, ધ્યાનકેન્દ્રો અને કેટલાંક ધર્મનામધારી ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં વિકસ્યાં છે અને વિકસતાં જાય છે અને એ સર્વ સ્થળમાં માનવમેળે ઉભરાય છે. આમ માનવ, ધર્મ પામવા બહારમાં પ્રયત્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org