________________
ધ્યાન ઃ એક પરિશીલન
અશુદ્ધ ઉપયાગ છે, તેને માઠુ કે મૂર્છા પણ કહી શકાય. મૂર્છાવશ મન માનવને પશુતામાં પિરવિત કરી દે છે. મનનું આ એક પાસું છે. આ મનને જે મિત્ર બનાવે છે, શુદ્ધ મનાવે છે, તેને ધ્યાનમાર્ગમાં સફળતા મળે છે. જ્ઞાનસંસ્કાર વડે અંતરદૃષ્ટિયુક્ત યાગીજના અને મુનીશ્વરાએ આવા મનનું સંશોધન કરી, મેલની જડના મૂળમાંથી દ કરી, મનને વશ કર્યું છે અને મહાન મનેાયી થયા છે.
૯૪
આમ પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ કાળમાં માનવ માટે મનેાનિગ્રહના પ્રશ્ન જટિલ જ રહ્યો છે. સૃષ્ટિમાં આજે માનવ વિશેષ અશાંત છે અને માનસિક દુઃખ, દ` અને સંઘષ થી પીડિત છે. પ્રાચીન યુગમાં માનવને મન તો હતુ. પણ તે કાળના માનવના જીવનમાં સરળતા, સાદું અને સંતેાષી જીવન, ઉચ્ચતમ ધ્યેય પ્રત્યેની નિષ્ઠા અને આત્મા-પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા જેવાં ઉત્તમ તત્ત્વોને કારણે માનસિક સંઘનું અને દર્દીનું પ્રમાણ અલ્પ હતું, તેનું સમાધાન સહજ હતું.
કોઈને પ્રશ્ન થાય કે તે પછી એ કાળે રામાયણ અને મહાભારત કેમ ખેલાયાં ? મહદઅંશે મહાકાવ્યોમાં રાજનૈતિક અને સામાજિક ધર્મ સંબંધી વિશેષ વર્ણન જોવામાં આવે છે. વળી તે માનવમનના વિવિધ સ્તરોનું, ઊંચા-નીચા ભાવાનું પૃથક્કરણ કરી શકાય તેવી રહસ્યકથાએથી સભર છે. તે કથાઓમાંથી આજના માનવને પણ ઘણા એધપાઠ મળી શકે તેમ છે. તે કાળમાં સઘળા પ્રશ્નોનુ નિરાકરણ મુખ્યત્વે ઋષિજના દ્વારા થતું તેથી તેમાં વિવેકનુ' પ્રાધાન્ય રહેતું અને દરેક પરિબળા ઉપર તે તે કળાના ધર્મ-સિદ્ધાંતાની છાયા રહેતી.
આજે વ્યક્તિસ્વાતંત્ર્યના નામે સ્વચ્છ ંદતાનું પ્રમાણ વધતું જાય છે. વ્યક્તિ માને છે કે તે સ્વાતંત્ર્ય ભોગવે છે, પણ એક ક્ષુદ્ર આડી જેવું કે અન્ય વ્યસન ત્યજી દેવા જેવી જે મનુષ્યમાં તાકાત નથી તેને સ્વાધીનતા કે સ્વતંત્રતા શું તેના મર્મ હાથ નહિ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org