________________
મન શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ તેમ મનના માર્યા જીવવાથી તેવી દશા થાય છે. ભૂતકાળની સ્મૃતિઓને વાગોળીને સુખ-દુઃખ અનુભવે છે. ભાવિ કલ્પનાની આશા સેવીને સ્વયં પિતાનું વિસ્મરણ કરે છે અને શુદ્ર પાર્થોના સુખમાં રાજી થઈ વર્તમાનની પળે ગુમાવે છે, વહી જાય છે.
હે જીવ! વિરામ પામ, કારણ કે વીતેલા જમે, વીતેલે અવસર, સમય કે પળ પાછાં આવતાં નથી. શેષ રહે છે, માત્ર. શુભાશુભ સંસ્કારે. માટે શુદ્ધાત્માનું લક્ષ્ય કર. ૦ દેશ વિસર્જન થતાં સાક્ષીભાવ કેળવાય છે
જગતમાં હું કંઈક છું, કંઈ થાઉં, એ આશામાં ધમી કહેવાતે મુમુક્ષુ પણ અસત્ વાસનાઓમાંથી કેટલે બહાર નીકળે તે વિચારણીય છે. કર્મક્ષેત્રે કે ધર્મક્ષેત્રે હજી આપણે માન ઈચ્છીએ અને અપમાન મળે ત્યારે વ્યાકુળ થઈએ છીએ, સુખ ઈચ્છીએ અને દુઃખ મળે તે દુભાઈએ છીએ, અનુકૂળતા જોઈએ અને પ્રતિકૂળતા આવે તે મૂંઝાઈએ છીએ. તેથી હુંની – મનની ભૂમિકાથી મુક્ત થતા નથી. મનથી મુક્ત થવાને, મનને શાંત કરવાને ઉપાય એક દષવિસર્જન છે. બાહ્ય તપ, જપ કે શ્વાસજય જેવી ક્રિયાથી મનને સ્થૂળ નિધિ થશે પણ દેનું વિસર્જન તે, સ્વરૂપના સાચા જ્ઞાન ધ્યાન વડે મુખ્યપણે સંભવે છે એ દઢ નિશ્ચય કરે.
જેમ કેલસા કે લાકડા બળી ગયા પછી રાખ થાય છે, તે રાખમાં હવે અગ્નિતત્વ ન હોવાથી અગ્નિરૂપ થવાની શક્યતા નથી. તેમ જ્ઞાન-ધ્યાનના અગ્નિ વડે દોષ દૂર થતાં નવું બળતણ ન મળવાથી મન શાંત થાય છે. ત્યાર પછી સાક્ષીભાવ વડે વ્યવહાર નભે છે અને દ્રષ્ટાભાવ સ્થાપિત થાય છે. વિવેક અને અભ્યાસ દ્વારા દ્રષ્ટાને દશ્યનું આકર્ષણ પ્રાયે સમાપ્ત થતાં દશ્ય અને કાનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. તે આત્મા હવે મન દ્વારા બહારના પદાર્થોને જાણવા-જોવાની ઈચ્છા ત્યજી પિતાના સ્વરૂપને જેનારે જાણનારે રહે છે. મનના દોષે વિસર્જન થતાં આ જ્ઞાતા-દ્રષ્ટાભાવ પ્રગટ થતું રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org