________________
ધ્યાન : એક પરિશીલન. મનડું દુરારાધ્ય તે વશ આપ્યું
આગમથી મતિ જાણું આનંદઘન પ્રભુ માહ૪ આણે
તો સાચું કરી માનું.–હે કુંથુજિન. આમ મુક્તિને ઉપાસક જ્ઞાનમાર્ગે ચાલીને જ્ઞાનસ્વરૂપ થાય તે પહેલાં તે અહંકાર તેને ઝડપી લે છે. ધ્યાનમાગે જતાં ઉપાસક ઉપર દૈહિક અને માનસિક ઉપલબ્ધિઓ ભરડો જમાવે છે. આમ મન જ્યારે વિપરીત બુદ્ધિની રાહે ચાલે છે ત્યારે તે શત્રુ બની વિદ્રોહ ઉત્પન્ન કરી અવળે પાટે ચઢાવી દે છે.
મન, લિંગભેદે નપુંસક હોવા છતાં રાવણ જેવાને પણ તેણે પછાડ્યા છે. તેવા મનના ભરોસે જીવનને ચલાવવું એટલે કે બ્રેક વગર ગાડી ચલાવવા જેવું જોખમ છે. મનને પવનવેગી કહ્યું છે. એક આત્મજ્ઞાન વડે જ તે જીતી શકાય છે. તેથી મનશુદ્ધિ સહિત જે આત્માને ઉપાસે છે તેની સર્વ ઉપાસના સાર્થક થાય છે. ૦ એ પળ પણું વહી જાય છે
શાસ્ત્રોનાં કેવળ કથન શ્રવણથી આ મન શાંત થતું નથી. પુનર્જન્મની અને ભાવિ જન્મની ચર્ચાઓ કરે, કે મન આપણને શું કરવાનું હતું? તેવું જોર બતાવે પણ એક તીવ્ર વૃત્તિ ઊઠી કે જીવ પળ ચૂક્યો જ સમજે. વર્તમાન પળ વિવેકના અભાવમાં કે ખોટા અભ્યાસને કારણે પસાર થઈ જાય છે અને મળેલ અવસર ચૂકી જાય છે. હાથમાં આવેલી પળે આમ વહી જાય છે.
સંસારમાં જ નાના પ્રકારનાં સુખમાં રાચે છે અને દુઃખ આવે અકળાય છે. સુખદુઃખાદિની લાગણીઓ, મન દ્વારા જીવે છે. મનમાં વિચાર, બુદ્ધિ, કલ્પના, અહમ, મમત્વરૂપી સંસ્કારને અઢળક ખજાનો ભર્યો છે. બાહ્ય નિમિત્તા અને ભાવની અંતરંગ કિયા સામે એ ખજાનામાંથી તક્ષણ પ્રતિક્રિયા ઊઠે છે અને જીવ અનુબંધની – આગામી બંધની શૃંખલામાં જઈ પડે છે. ખસને દદી ખશે ત્યારે સારું લાગે પણ પછી બળે ત્યારે દુઃખ અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org