________________
ધ્યાન : એક પરિશીલન યુગમાં આવાં સમર્પણનાં દષ્ટાંતે આપણને ઘણું ઘણું શીખવાડે છે. વ્યાપારી બુદ્ધિ, બદલાની બુદ્ધિ, કાયરતા કે શંકાશીલ વ્યક્તિ ગુરુકૃપાને પાત્ર થતી નથી. સમ્યગદશાભિમુખ આત્માને માટે વિનય એ મુખ્ય ગુણ છે. જ્ઞાનીઓએ સાચું કહ્યું છે કે –
રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહિ, તે કિમ સમકિત પાવે રે,
–શ્રી ઉદયરત્ન મહારાજકૃત સઝાય. ૦ રત્નત્રયીનું અપાર સામર્થ્ય
સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રના ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને આત્મા પાવન થાય છે. આ રત્નત્રયી જૈનધર્મને પ્રાણ છે. ખેતરની ખેડેલી જમીનમાં પ્રકાશ, પવન અને પાણી જેમ બીજને વિકસવામાં યોગ્ય સાધને છે, તેમ આ રત્નત્રયી, સાધક આત્માને પ્રારંભથી અંત સુધી શુદ્ધતાથી કમમાં આગળ વધવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. તે જેમ ધર્મને પ્રાણ છે તેમ આત્માને પણ પ્રાણ છે, તેની એક્તા વડે આત્મા મેક્ષરૂપ થઈ જાય છે, આવું અપાર તેનું સામર્થ્ય છે.
રજમાત્ર પ્રતિબંધ વગર શુદ્ધ સ્વભાવમાં સ્થિર રહેવું તે સ્વભાવદશા છે. તેનું ક્ષણિક દશન તે સમ્યગદર્શન છે, તેમાંથી નીપજતું જ્ઞાન તે સમ્યગાન છે અને સ્થિરતા તે સમ્યફ ચારિત્ર છે. તે ધ્યાનરૂપ છે. તે ત્રણેની પૂર્ણતા થવાથી મુક્તદશા પ્રગટે છે. તે આ રત્નત્રયીનું સામર્થ્ય છે.
સમ્યગદર્શન એ શુદ્ધાત્માની શક્તિનું પ્રકાશરૂપ કિરણ છે. દર્શન દ્વારા તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજમાં આવે છે, તે સમ્યગજ્ઞાન છે. તે વડે થતી અનુભૂતિ તે સમ્યક્ ચારિત્ર છે. સાધકને આવે કમ હોય છે. ત્રણેની એકતારૂપ દશા જેની છે તે આત્મા મેલસ્વરૂપ છે. દેહ છતાં નિર્વાણ છે. આ રત્નત્રયીનું આવું સામર્થ્ય છે. दसणमूलो धम्म ।
-દર્શનપાહુડ, ગાથા ૨ જિનેશ્વરકથિત આ સૂત્ર દર્શાવે છે કે, ધર્મનું મૂળ સમ્યગ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org