________________
સમ્યગદશન-જ્ઞાન–ચારિત્રરૂપ દયાન દર્શન છે, વીતરાગ ધર્મ પ્રત્યે દિવ્યવિચાર કે આત્મવિચાર વડે તેની નજીક પહોંચાય છે.
ચરણ નયણ કરી મારગ દેવતા રે, ભૂ સયલસંસાર જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર,
પંથડે નિહાળું રે બીજા જિન તણો રે ?
–શ્રી આનંદઘનજી કૃત અજિત જિન સ્તવન ચરમનયણુ તે અજ્ઞાનરૂપી અંધકાર છે, દિવ્યાયણ તે જ્ઞાનપ્રકાશ છે, પ્રકાશ વડે પરમાત્માને માર્ગ સિદ્ધ થાય છે, રત્નત્રયીનું આ સામર્થ્ય છે. અર્થાત્ પરમાત્માને યથાર્થપણે ધ્યાવવાથી સાધક પરમાત્મા થઈ જાય છે.
દષ્ટાંત મહાવીરને ધ્યાવવાથી શ્રેણિક મહાવીરસમા બન્યા. કર્મગતિની વિચિત્રતા માટે શ્રેણિક રાજાની કથાનું રહસ્ય સમજવા જેવું છે. શ્રેણિકના જીવનની કઈ અશુભ ઘડી ઉદયમાં આવી અને તેના હાથે અશુભ ઘટના ઘટી. શિકારે નીકળેલા રાજાએ હિંસા કરી, તેમાં આનંદ માણે. તે પળે ભાવિ ગતિના આયુષ્યનું બંધન નિયત થઈ ચૂછ્યું. રાજા હજી અજ્ઞાનદશામાં છે, તે આની ભયંકરતાથી અપરિચિત છે, કારણ કે હજી તેને જ્ઞાનને સંગ થયું નથી.
વણથંભે સમય પસાર થઈ રહ્યો છે. મેગાનુયોગ રાજા ભગવાન શ્રી મહાવીરના ચરણને ઉપાસક બને છે. ભક્તિના રંગે રંગાયેલે રાજા સત્સંગનું સુખ માણી રહ્યો છે, ત્યાં પ્રશ્ન ઉદ્ભવે છે કે મને પરમાત્મા તે મળ્યા, પણ હવે પછીની મારી શું ગતિ છે તે તે જાણી લઉં !
ભગવાનને વંદન કરી વિનયાન્વિત થઈ રાજા પ્રશ્ન પૂછે છે? “પ્રભુ! હવે પછી મારી ગતિ શું છે?”
પ્રત્યુત્તર તે કહેવું હતું, પરંતુ રાજાનું કલ્યાણ તેમાં ચરિતાર્થ થવાનું હતું તેથી ભગવાને સહજ ભાવે પ્રત્યુત્તર આપે ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org