________________
E !
F
5
$
$
| મુક્તિબીજ એમ પરંપાર ચાલુ રહે છે. પણ તૃતીય બોધિબીજમાંથી ઉત્પન્ન થતાં ફળમાંથી Fણ પુન: બીજ ઉત્પન્ન થતું નથી. પરંતુ જીવની અવસ્થામાંથી સંસારનો તદૃન ક્ષય તા થાય છે. કારણકે બોધબીજનો અનુક્રમે વિકાસ કર્મબીજના નાશનું કારણ બને છે. તે
ભલે કર્મબીજ અનાદિથી ફળ આપતું આવ્યું, પણ ભવ્યાત્મા તથાભવિતવ્યતાના યોગે જયારે મુક્તિબીજને વાવે છે, ત્યારથી તેનો આત્મવિકાસનો પ્રારંભ થાય છે. જે પૂર્ણતા પ્રગટ કરીને જીવને શાશ્વત નગરે લઈ જાય છે. પછી સંસારના ફળને બેસવાની સંભાવના રહેતી નથી.
આવી બીજની રોપણી વગરનો જીવ કેટલાયે અનુષ્ઠાનો કે અન્ય આરાધનાના પ્રકારો સેવે છતાં સંસાર તો પર્યાયાંતર થઈ ને ઉભો રહે છે. ક શુભાશુભયોગની અવસ્થાઓ બદલાય છે, પણ સંસારનો ક્ષય થતો નથી. | સમન્ દર્શનની સ્પર્શતા વગર સાચી દૃષ્ટિ કે લક્ષ્યના અભાવે જીવની
સુખની વાસના પલટાતી નથી. ભલે તે સ્થળાંતર કે વસ્ત્રાંતર કરે તો પણ તેનો | ક સંસારરંતર થતો નથી પણ સંસારની પરંપરા ચાલુ રહે છે.
આ સંસારે શું છે જાણો છો? સંસાર - સંસરણ = સરતા રહેવું? ક્યાં * એકભવમાંથી બીજા ભવમાં જવું * એક કાયામાંથી બીજી કાયામાં જવું * એક વિષયમાંથી બીજા વિશ્વમાં જવું * એક કર્મના ફળ પરથી બીજા કર્મનું ફળ થવું * રાગાદિ ભાવમાંથી યાદિ ભાવમાં જવું * હર્ષાદિ લાગણીમાંથી શોકાદિ લાગણીમાં જવું * શુભ ભાવમાંથી અશુભભાવમાં જવું * એક ગતિમાંથી બીજી ગતિમાં જવું
ચારે ગતિમાં બોધિબીજની પ્રાપ્તિ શાસ્ત્રકારોએ-જ્ઞાની જનોએ માન્ય કરી છે. * પૂર્વ પૂર્વ જન્મમાં જીવને કાંઈ બોધનું પરિણમન થયું હોય પણ પુરૂષાર્થ ફોરવી ન ખા શક્યો તો પણ તે સંસ્કારનું થયેલું નિર્માણ તેના ભવિતવ્યતાના યોગે પ્રગટ થાય | છે, ત્યારે ગતિ, જાતિ, કે જ્ઞાતિ બાધા પહોંચાડતી નથી.
H
$
G
$
F
$
E
H
$
G
$
$
$
_
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org