SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિબીજ જેમ તપેલો લોઢાનો ગોળો જયાં જાય ત્યાં જીવોનો નાશ કરે છે. તેમ તપેલા લોઢાના ગોળા સરખા અવિરતિ ગૃહસ્થોને આ વ્રતમાં ચરાચર (ચાલતા અને સ્થિર) જીવોના વિરાધનાનું નિવર્તન કરવાપણું હોવાથી આ વ્રત ઉત્તમ છે. (અર્થાત્ આ વ્રતમાં પાપથી નિવૃત્તિ થઈ શકે છે. એટલે તે ગૃહસ્થને યોગ્ય છે.) 卐 જે માણસોએ દિશાઓમાં ગમન કરવાનો નિયમ લીધો છે. તેણે જગતને આક્રમણ કરવાને દબાવવાને) પ્રસરતા (ફેલાતા) લોભરૂપી સમુદ્રને આગળ TM વધતો અટકાવ્યો છે. 卐 卐 ૭. ભોગોપભોગ નામનું બીજું ગુણવ્રત : શરીરની શકિત પ્રમાણે જે વ્રતમાં ભોગોપભોગની સંખ્યાનો નિયમ કરાય છે, તે ભોગોપભોગ નામનું ૐ બીજું ગુણવ્રત કહેવાય છે. જે એક જ વાર ભોગવવામાં આવે તે અનાજ, પુષ્પમાલા, તાંબુલ, વિલેપન વિગેરે ભોગ કહેવાય છે. અને જે વારંવાર ફરી ફરી ભોગવવામાં આવે તે સ્ત્રી, | વસ્ત્ર, અલંકાર, ઘર, શય્યા, આસન વિગેરે ઉપભોગ હેવાય. 5 દરેક જાતનો દારૂ, માંસ, માખણ, મધ ઉંબરાદિ, પાંચજાતના ટેટા, TM અનંતકાય-કંદમૂલાદિ, અજાણ્યાં ફળ રાત્રિ ભોજન, કાચા, દૂધ, દહીં તથા 卐 છાસની સાથે કઠોળ ખાવું તે, વાસી અનાજ, બે દિવસ ઉપરાંતનું દહીં અને ચલિત રસવાળું - કોહેલું અનાજ તેનો ત્યાગ કરવો. રાત્રીભોજન ત્યાગ : રાત્રિના વખતે નિરંકુશપણે વિચરતા પ્રેત પિશાચાદિકો અન્નને એઠું કરે છે. માટે સૂર્યાસ્ત થવા પછી ભોજન ન કરવું. ઘોર અંધકારથી નેત્રની શક્તિ રુંધાઈ જવાવાળા મનુષ્યો જે ભોજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકતા નથી તે રાત્રિ વિષે કોણ ભક્ષણ કરે. 卐 સૂર્ય અસ્ત થવા પછી હૃદયકમળ અને નાભિકમળ સંકોચાઈ જાય છે. તેથી તથા સૂક્ષ્મ જીવોનું પણ ભક્ષણ થઈ જાય છે માટે રાત્રે ભોજન ન કરવું. દિવસે ભોજન કરે છે છતાં પણ રાત્રિભોજન ત્યાગનો નિયમ ન કરેલો હોવાથી (પચ્ચખાણના) કારણ સિવાય ફળ મળતું નથી. લોકમાં પણ એ ન્યાય | છે કે વ્યાજની બોલી કર્યા સિવાય મૂકેલી થાપણનું વ્યાજ મળતું નથી. 5 5 ૮. અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત : આર્ત રૌદ્ર ધ્યાન રૂપ ખરાબ ધ્યાન, પાપકર્મનો ઉપદેશ આપવો, જેનાથી હિંસા થાય તેવાં Jain Education International For Private & Personal Use Only ૩૮ ** ક H 5 94% 5 *45 *ક K 946 99% 5 946 H 946 946 www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy