SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ « F « G F ૯ E બ ૯ F ૫૯ H ક. બ૯ G – મુકિતબીજ દુઃખના કારણરૂપ અસંતોષ, અવિશ્વાસ, અને આરંભ આ સર્વ મૂર્છાનાં ફળો છે એમ જાણીને પરિગ્રહનો નિયમ કરવો પરિમાણ કરવું. - કેમકે જગતના જીવોનું રક્ષણ કરનાર મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર "| દેવે, મૂછ છે તે પરિગ્રહ છે. પણ મૂર્છા આસક્તિ ન હોય તો તે પરિગ્રહ નથી | આ પ્રમાણે કહેલું છે. જેમ ઘણા ભારથી ભરેલું મોટું વહાણ સમુદ્રમાં ડુબી જાય છે. તેમ પરિગ્રહ ઉપરના મમત્વથી પ્રાણીઓ સંસારરૂપ સમુદ્રમાં ડૂબે જ છે. માટે પરિગ્રહનો ક ત્યાગ કરવો જોઈએ. સુવર્ણ અને મણિના પગથિયાંવાળું અને મણિના હજાર સ્તંભોથી ઊંચું સુવર્ણના તળિયાંવાળું જે જીનમંદિર કરાવે તેનાથી પણ ત૫ અને સંયમ અધિક | છે. કહેવાનો આશય એવો છે કે પૈસાથી જે ધર્મ થાય તેના કરતાં પોતાના | આત્માથી ઇચ્છાના નિરોધરૂપ તપ તથા સંયમ કરવે કરી અધિક લાભ મેળવાય કાં છે. કેમ કે પૈસારૂપ પુદ્ગલથી કરાયેલો ધર્મ તે પુદ્ગલિક સુખ આપે છે, અને | આત્માથી કરાયેલ ધર્મ તે આત્મિક સુખ આપે છે. | ધન અંગીકાર કરવાવાળા પુરુષને વિષયરૂપ ચોરો લૂંટી લે છે કામરૂપ અગ્નિ નિરંતર બાળે છે. અને શરીરના સ્વાર્થી સ્ત્રીઓરૂપી પારધીઓ સંસારમાં રોકી રાખે છે. જે માહશયનું સંતોષ તે જ ભૂષણ છે તેને નિધાનો પાસે રહે છે, કામધેનુ || તેની પછાડી ચાલે છે અને દેવો કિંકરની માફક આજ્ઞા ઉઠાવે છે. ખા આ પ્રમાણે પરિગ્રહની ઇચ્છાનો રોધ કરવારૂપ ગૃહસ્થોનું પાંચમું વ્રત કહેવાયું અને બીજો પ્રકાશ પણ સમાપ્ત થયો. ગૃહસ્થના પાંચ અણુવ્રતો કહી હવે બાકીના ગુણવ્રતો અને શિક્ષાવ્રતો કહેવામાં આવે છે. ૬. દિ૫રિમાણવ્રત : નામનું પ્રથમ ગુણવ્રત : જે વ્રતમાં દશે દિશાઓમાં જવા આવવાના કરેલા નિયમની મર્યાદાનું ઉલ્લંઘન ન કરાય તે | દિવિરતિ નામનું પહેલું ગુણવ્રત કહેલું છે. * અહીં કોઈ શંકા કરે કે, પાપની તીવ્રતા જેમાં થાય તેનો નિયમ લેવો તે | ખા યોગ્ય છે પણ આમ દિશાઓમાં જવા આવવાનો નિયમ મેળવવાથી કયું પાપ રોકાયું અથવા જવામાં શું પાપ લાગે છે તેનો ઉત્તર આપે છે. E બ૯ . H ષ ક બ, , F , F , હ બ | E ( ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy