________________
GF
F
E
$
H
$
G
$
$
E
$
*
$
*
$
– મુકિતબીજ
પડી ગયેલું, ભુલાઈ ગયેલું, નષ્ટ થએલું (કોઈ લઈ ગયેલું), ઘરમાં રહેલું, સ્થાપન કરેલું અને દાટેલું આ સર્વ પરનું ધન બુદ્ધિમાન જીવોએ ધણીના | આખા સિવાય કોઈપણ વખત લેવું નહિ.
એક જીવને મારવામાં આવે તો તેને મારતાં એક ક્ષણવાર મરનાર જીવને | દુ:ખ થાય છે, પણ ધનનું હરણ કરવાથી તો તેના પુત્ર પૌત્રાદિ આખા કુટુંબને | યાવત્ જીવન પર્યંત દુખ થાય છે.
અરે બીજાના સર્વ ધન ચોરવાનો પ્રયત્ન તો દૂર જ રહો પણ એક તૃણ ક માત્ર જેટલું કોઈનું અદત્ત મનુષ્યોએ કોઈપણ વખતે ન લેવું.
જે શુદ્ધ ચિત્તવાળા મનુષ્યોને બીજાનું ધન ગ્રહણ ન કરવાનો નિયમ છે. તેઓને સ્વયંવરાની માફક પોતાની મેળે જ લક્ષ્મી સન્મુખ આવી મળે છે, સર્વે અનર્થો દૂર થઈ જાય છે. દુનિયામાં કિર્તિ ફેલાય છે. અને ચોરીનો ત્યાગ કરનારને પ્રકટ રીતે સ્વર્ગનાં સુખો પણ આવી મળે છે.
૪. અબ્રહ્મચર્ય ત્યાગ : નપુસંકપણું તથા ઈન્દ્રિયના છેદાવાપણાદિકને અબ્રહ્મચર્યનાં ફલો જાણીને બુદ્ધિમાન મનુષ્યોએ પોતાની સ્ત્રીમાં સંતોષિત થવું અને પરસ્ત્રીનો ત્યાગ કરવો.
કિંપાકના (એક જાતના ઝેરી વૃક્ષના) ફલ સરખા, દેખાવ માત્ર રમણિક | કાં પણ પરિણામે ભયંકર દુઃખ આપનાર મૈથુનની કોણ સેવા કરે? કંપ, પરસેવો,
પરિશ્રમ, મૂછ, ભૂમિ, ગ્લાનતા, નિર્બળતા, ક્ષય અને ભગંદરાદિ મહારોગો મૈથુન સેવવાથી લાગુ પડે છે.
ચારિત્રના પ્રાણ સરખા અને મોક્ષના એક અસાધારણ કારણ સરખા | બ્રહ્મચર્યને આદરવાથી દેવોવડે કરીને પણ તે પૂજાય છે.
બ્રહ્મચર્યનું પાલન કરવાથી લાંબા આયુષ્યવાળા, સારા સંસ્થાન (આકૃત્તિ) |_| વાળા, દ્રઢ સંઘયણવાળા, તેજસ્વી અને મહાન પરાક્રમવાળા પુરુષો થઈ શકે છે.
આ પ્રમાણે ગૃહસ્થોનું સ્વદારાસંતોષ યા પરસ્ત્રી ત્યાગ કરવારૂપ ચોથું વ્રત સમાપ્ત થયું
૫. પરિગ્રહમૂછ ત્યાગ : ઈચ્છાને નિયમમાં રાખવારૂપ પરિગ્રહના નિયમવાળું ગ્રહસ્થોનું પાંચમું વ્રત કહે છે.
*
$
*
$
$
"6
%
$
$
_
$
$
$|
૩૬
Jain Education International
For Private & Personal Use Only:
www.jainelibrary.org