________________
94 /
HA
G
946
F
946
E
glo
*
Sto
*
946
*
sto
sto
*
sto
મુકિતબીજ શુદ્ધ સમદ્રષ્ટિ વતરહિત હોવા છતાં નારકી, પશુ, નપુંસક, સ્ત્રી, નિચકુલ, અપંગ, અલ્પ આયુધારી કે દરિદ્રી પેદા થતા નથી.
વિધિ સહિત વાવેલું અને જેમ વર્ષથી ઉગી નીકળે છે તેમ અરિહંત | આદિની ભક્તિથી જ્ઞાન, ચારિત્ર, સમત્વ અને તપની ઉત્પત્તિ હોય છે.
મોક્ષનું મુળ સાધન જિનેન્દ્રભગવાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની ઐક્યતાને કહ્યું છે, તેનાથી નવીન કર્મોનો સંવર થાય છે. અને પૂર્વકર્મોની નિર્જરા થાય છે.
જેટલે અંશે સમ્યગ્દર્શન હોય છે તેટલે અંશે બંધ થતો નથી તેની સાથે _| જેટલો શુભાશુભ રાગ છે તેટલો બંધ છે.
યોગથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય છે. કષાયથી સ્થિતિ અને ખા અનુભાગબંધ થાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર યોગરૂપ કે કષાયરૂપ નથી. તેથી રત્નત્રય બંધનું કારણ નથી
સમદ્રષ્ટિના આત્મામાં નિયમથી આત્મજ્ઞાન તથા વૈરાગ્યની શક્તિ પેદા | થાય છે. તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અને પરસ્વરૂપની મૂક્તિ વડે પોતાના વસ્તુ સ્વભાવના અનુભવના પ્રેમી થઈ જાય છે. તેમણે તત્ત્વદ્રષ્ટિથી આત્મા અને અનાત્માને ભિન્ન ભિન્ન જાણી લીધા છે. તેથી તે સર્વ વિભાવના કારણોથી વિરક્ત થઈ પોતાના સ્વભાવમાં વિશ્રામ કરે છે.
સમ્યકત્વની ભાવના - વિનિમય સમકતી એવી ભાવના ભાવે છે કે હે પ્રભુ! હું જીવ અને અજીવ પદાર્થોને યથાર્થ જાણું. બંધ અને આશ્રવોને સદા રોકતો રહું નિરંતર સંવર નિર્જરા કરતો રહું. મુક્તિપી લક્ષ્મીની આકાંક્ષા કરતો રહું, નિશ્ચયથી શરીરાદિથી મારું પરમાત્મસ્વરુપશુદ્ધ અને ભિન્ન છે તેવો અનુભવ કરતો રહું. શુદ્ધ મનથી ધર્મધ્યાન અને સમાધિભાવમાં મારો જીવનકાલ વ્યતીત થાઓ.
Sto
546
*
94
*
946
*
946
*
946
946
546
G40
Isto
|
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org