________________
ge :
;
$
;
F
$
E
H
$
G
$
F
$
E
$
$
મુક્તિબીજ શરીરમય અને ઇન્દ્રિયમય બનેલું મન, સંકલ્પ વિકલ્પ, તરંગ, વિમાસણ, વિચારણા, કલ્પના, વૃત્તિ, આકાંક્ષા, અભિલાષા આદિ કરે છે અને અસ્થિર બને 8 છે. આવું વૃત્તિઓથી ભરેલું અંત:કરણ આત્મામાં દોષોનો ઉમેરો કરે છે અને આવરણ-પડળ ગાઢા બનાવે છે. આમ આત્મા સ્વરૂપાનુભૂતિથી - નિજાનંદથી - સચ્ચિદાનંદ સ્વરૂપથી દૂર ને દૂર થતો જઈ પુદ્ગલાનંદી બની જાય છે. ].
બ્રહ્મદત્ત ચક્રવર્તીનો આત્મા પૂર્વના ભવમાં સંભૂતિ મુનિ તરીકે ચારિત્રમાં | | વિહરતો હતો. સ્વરૂપાનંદના અચ્છા આસ્વાદમાં મસ્ત હતો, ત્યાં એક પ્રસંગે નગરમાં ગોચરીએ જતાં તીરસ્કૃત થયાં, તેથી અણસણ સ્વીકારી દેહત્યાગની
પ્રવૃત્તિ આદરી. એમાં ચક્રવર્તી વંદન કરવા આવ્યા. સાથે સ્ત્રીરત્ન હતું. તે પણ | વંદન કરે છે. વંદન કરતાં અંબોડો છૂટી ગયો અને કેશની લટ મુનિને સ્પર્શી ગઈ. ખેલ ખતમ થયો! મુનિના અંત:કરણમાં સ્ત્રી વૃત્તિએ સ્થાન લીધું. ભોગ
ભાવનાએ હૃદયનો કબજો લીધો. સ્વરૂપાનુભૂતિ ચાલી ગઈ. પુદ્ગલવૃત્તિ આવી છે કા ગઈ. આનું જ નામ શરીરમય અને ઇન્દ્રિયમય વૃત્તિ.
જ્યારે એ જ મન અંત:કરણમાં ધારણા, ધ્યાન, સમાધિને સ્થાન આપે અને સ્વયં રિચર બનતું જાય, એકાગ્ર થાય ત્યારે શરીર અને ઈન્દ્રિયથી મન ઉપર ઉઠી દાં જાય છે. નવી નવી કલ્પનાના ચિત્રામણો કરતું બંધ થાય છે અને દ્રશ્ય જગતને સાક્ષીભાવે જોવાની શરૂઆત કરે છે. ત્યારે એ મન અંતઃકરણ પરમાત્માના સ્વરૂપમાં કહો, કે સ્વની સ્વરૂપાનુભૂતિમાં કહો, એમાં લીન બને છે. આ રીતે ધીરે ૪ ધીરે ઉન્મની ભાવ આવે છે. મન લય પામે છે વિલય પામે છે, અર્થાત મનનો પ્રલય થાય છે. - મન અમન બની જાય છે. તૃપ્ત થાય છે. પૂર્ણકામ બની જાય છે. અર્થાત આત્મા પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. પરંતુ અશુદ્ધતા-આવરણોની વિદ્યમાનતામાં | મન અમન કદિ નહિ બને. એ માટે સાધકે અંત:કરણના દોષો ટાળવા જ રહ્યાં ! | મોહાદિ ભાવો એ જ ભાવદોષ છે ને ભલામણનું કારણ છે. આ મોહાદિભાવો જ આત્મા ઉપર આવરણ રચે છે. મોહાદિભાવો એ કારણ છે ! અને આવરણ એ કાર્ય છે.
આવરણ દૂર કરવા, આવરણ હટાવવા માટે જીવે પોતે સેવેલા દોષો જોતાં શીખવું જોઈએ. દોષને દોષરૂપે જોયા જાણ્યા પછી દોષ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ આખીય પ્રક્રિયા નિષ્કપટ ભાવે અંત:કરણમાં થવી જોઈએ.
5
$
$
5
$
5
$
H
$
G
$
F
$
$
_F
$
૧૮૦
5,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org