SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ . જ 546 F ste sto sto F sto to F ste sto F F Sto || કરવાની છે. આપણી દ્રષ્ટિમાં જ પરિવર્તન કરવાનું છે; સ્વરૂપ દશામય દ્રષ્ટિ કેળવવાની છે. ખા શાસ્ત્ર દ્વારા, દ્રશ્યથી - સાધનથી અસંગત થવાનું છે. શાસ્ત્ર એ આલંબન | | છે. સાધન દ્વારા સાધના કરવાની છે, આગળ આગળની ભૂમિકાએ - સાધનો | ઓછાં ને ઓછાં થતાં જાય છે અને સિદ્ધિ સાંપડતા સાધક સાધનાતીત સિદ્ધ | બની જાય છે. વાંદરીનું બચ્ચું વાંદરીને વળગી પડે તેમ સાધનાને કાયમ વળગી રહેવાનું નથી. સાધના કરી એનાથી અલગ થવાનું છે. - અલિપ્ત થવાનું છે. ખ હા... એટલું ધ્યાન રાખવું કે સાધના સિદ્ધ થયા પછી શાસ્ત્રથી અલિપ્ત થવાનું | છે, નહિ કે સાધના થયાં પહેલાં. શાસ્ત્રમાં સાધનાના ચૌદ સોપાન અર્થાત ચૌદ ગુણ સ્થાનક દર્શાવેલ છે. તે | કોઈ નામ, લિંગ કે વેષના સ્થાનકો નથી. એટલું જ નહિ અધિકરણ, ઉપકરણ કે કરણના સ્થાનકો નથી. પણ મોહભાવ ઘટવાથી ગુણોના આધારે અકષાય ભાવના સ્થાનકો છે. અર્થાત અંતઃકરણમાં આવિર્ભાવ થતાં ગુણોના સ્થાનકો છે. | ગુણોની ઉપર ઉપરની કક્ષા છે. સાધનામાં જેમ સાધક ઉપલી કક્ષાએ પહોંચતો | ન જાય છે, તેમ તેમ સાધનો ઓછાં ને ઓછો થતાં જાય છે, અને સાધનાકાળ પણ ઘટતો જાય છે. આ દેહમાં રહી આપણે મન દ્વારા દેહભાવને ભોગવીએ છીએ. પુદ્ગલદ્રવ્યના વેદનાની સુખાનુભૂતિ કે દુઃખાનુભૂતિ કરીએ છીએ. તેને બદલે સાધકે સાધનામાં દેહમાં રહે તે છતે મન દ્વારા, અંતઃકરણ દ્વારા આત્મસ્વરૂપાનુભૂતિ અનુભવવાની છે. - સ્વરૂપવેદન કરવાનું છે. સ્વરૂપ દશાના સ્વાદનો આંનદ માણવાનો છે નિરાવરણ જ્ઞાનની વાનગી ચાખવાની છે. આ માટે આપણે અલ્પાશે ય સંકલ્પ કર્યો છે ખરો? ધર્મક્ષેત્રે આપણે અંતર્મુખ થવાનું છે. અંતરાત્મા બનવાનું છે. બાહ્ય દ્રશ્ય | જગતથી વિમુખ-પર થવાનું છે. જેટલે અંશે આપણે દ્રશ્ય જગતથી પર થતાં જઈશું અને એટલે જેટલે અંશે આપણે અંતર્મુખ થઈશું એટલે તેટલે અંશે | સ્વાનુભૂતિ થતી જશે. દ્રશ્ય જગતની સાથે આપણું મન જોડાયેલું રહે છે. તે જ મન | સ્વરૂપાનુભૂતિમાં મહાવિધરૂપ બને છે. S46 E F S46 G S4 S46 H glo E 546 F 546 G 546 F 540 F ISHG ૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy