SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિબીજ, F. | #5 F સમજ્ય અને સાધના પ્રક્યિા $ G $ F $ 5 $ $ F_ $ H $ $ F $ પંડિત શ્રી પનાલાલ જ. ગાંધી (પ્રબુદ્ધ જીવનમાંથી ઉદ્ભૂત) આત્માના સ્વ-સ્વરૂપની સાથે જે અંતર પડી ગયું છે, તે અંતરને દૂર કરવું '' અર્થાત આવરણ ભંગ કરવો તે રૂપાંતર છે. રૂપાંતર કરવાની પ્રક્રિયા માત્ર ક| સંસારી-સંસાર ભાવવાળા આત્મદ્રવ્યમાં જ કરવાની છે. બીજા કોઈ પણ દ્રવ્યમાં | રૂપાંતર કરવાની વૃત્તિ રાખવાની કે પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. કારણ કે (જીવદ્રવ્ય સિવાયના બાકીના દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાય પોતાના નીજ સ્વભાવમાં જ છે. પુદ્ગલદ્રવ્યમાં રૂપાંતર થવું એ તો એનો નીજ સ્વભાવ છે. ઘાસમાંથી દૂધ ન થવું, દૂધમાંથી દહીં થવું, દહીંમાંથી માખણ થવું, અને માખણ માંથી ધી થવું, એ બધો પુદ્ગલદ્રવ્યનો સ્વ-સ્વભાવ-(નીજ) છે. તેમાં કદી સ્વરૂપાંતર - | જાત્યાંતર કહેતાં દ્રવ્યાંતર થતું નથી, રૂપાંતર થાય છે. આપણે આત્મદ્રવ્ય, આપણા નીજ સ્વભાવમાં, મૂળ શુદ્ધ સ્વરૂપમાં જવાની | વૃત્તિ- પ્રવૃત્તિ નહિ કરતાં પુદ્ગલદ્રવ્યમાં રૂ૫ રૂપાંતર કરવાનો સદા સતત * પ્રયત્ન કરીએ છીએ. અને એથી આપણી વૃત્તિ એમાંજ ગૂંચવાયેલી રહે છે. તેમ કા પુદ્ગલદ્રવ્યના રૂપ રૂપાંતર કરવાની વૃત્તિનો કોઈ અર્થ નથી. એ રૂપ રૂપાંતર | એનું કાર્ય હોઈ, સ્વભાવ હોવાથી ભવિતવ્યતાનુસાર એના આધારે થયાં કરશે. આત્માએ તો પોતાના જ્ઞાન-દર્શનના ઉપયોગમાં રૂપાંતર કરવાનું છે. જો | આત્મા પોતાના જ્ઞાનોપયોગ, દર્શનોપયોગમાં રૂપાંતર કરી નાખે, એ જ્ઞાનોપયોગ, | દર્શનોપયોગમાંથી મોહભાવ-રાગભાવ કાઢી નાખે, અને વિતરાગ ભાવ દાખલ કરે, | તો કોઈ પણ અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે. પછી એ આત્મા ૪િ _| ગૃહસ્થાવસ્થામાં કે સાધુ અવસ્થામાં હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, જૈન હોય કે . * અજૈન હોય, સ્વલિંગ હોય કે અન્યલિંગે હોય! આમાં બાહ્ય લિંગ-વેશ, દેશ-કાળ | ખા આદિનું કોઈ વિશિષ્ટ મહત્વ નથી. પરંતુ... ઉપયોગમાં રૂપાંતર કરવું - ઉપયોગ '] નિર્વિકારી કરી નિરાવરણ કરવો તે જ અતિ મહત્વનું છે, જે ખરી સાધના છે. E $ F $ $ || $ $ $ $ --- ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy