________________
| E
| 5
5
G
5
5
E
5
F
5
F
5
5
F
5
- મુક્તિબીજ
હે ભવ્યાત્મા ! ઈન્દ્રિયોના સુખમાં પણ જો ચૈતન્યની ઉપસ્થિતિ ન હોય 'ક તો જડ ઇન્દ્રિયો સુખનો અનુભવ કરતી નથી. સુખનું વદન તો ચૈતન્યના
જ્ઞાનગુણમાં રહ્યું છે. પરંતુ તે અંતરમુખ થવાથી અનુભવમાં આવે છે,
અનાદિકાળથી જીવે બહાર સુખ શોધવા પ્રયત્ન કર્યો છે, પુયોગે ઇન્દ્રિયોને કાં અનુકૂળ વિષયો મળવાથી જીવ ત્યાં સુખનો ભ્રમ સેવે છે અને તેથી ક્યારે પણ અંતરમાં સંશોધન કરતો નથી.
કોઈ વિરલ જીવોને જ આત્માના સુખની વાત સમજાય છે અને તેથી | તેની પ્રાપ્તિ માટે સંશોધન કરે છે. આત્મ- સંશોધનનો માર્ગ પ્રારંભમાં કાંટાળી કેડી જેવો છે. તેથી ભીરુ માનવો ત્યાં જવાનો પ્રયાસ કરતાં નથી. તેઓ વિશ્વાસ | કરી શકતા નથી કે દેખાતી કાંટાળી કેડી પછી તદ્દન સરળ અને સુખદ માર્ગે
જવાય તેવું છે. * શ્રદ્ધારહિત જીવોને મોક્ષનું સુખ પરોક્ષ લાગે છે. તે જીવો માને છે કે || અમને પ્રત્યક્ષ જણાય તો સાચું માનીએ.
ભાઈ ! તું આ સંસારમાં તો આંધળાની જેમ દોટ મૂકીને જીવે છે. જે | થવાનું હોય તે થાય પણ બધા દોડે છે તેમ દોડું રે સુખી થઈશ. દોડેલાને | | દુ:ખી થતાં જુએ તો પણ દોડે છે. ધન મેળવીને ચિંતા કરનારા તું જુએ છે !
માન મેળવેલા વધુ માન મેળવવા કાવાદાવા કરી ચિંતા સેવનારા જુએ છે. છતાં તું તેમાં સુખ માની દોડે છે.
ભાઈ-તને જયારે પેટમાં દુખે ત્યારે ડોક્ટર પાસે જઈને બેસે ત્યારે | ડૉક્ટરને તારે કહેવું પડે છે કે તને ક્યાં દુ:ખે છે છતાં ડૉકટર કંઈ તારા | દુઃખનો અનુભવ કરતાં નથી તે દર્દ માટે તને જે ઔષધ આપે તે પોતે
ખાઈને આપતા નથી. છતાં તું ડોકટર અને ઔષધ પર વિશ્વાસ રાખે છે અને ઉપચાર કરે છે. કેમ?
જવાબ - ડોકટરને દરદનું અને ઔષધનું જ્ઞાન છે. એ જ્ઞાન ક્યાંથી મેળવ્યું? નિષ્ણાત ડોક્ટરો, પ્રોફેસરો અને પુસ્તકોમાંથી. તેમના એ મેળવેલા જ્ઞાન પર તને શ્રદ્ધા ખરીને ? હા.
5
F
5
F
56
5
H
5
5
5
F
5
F
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org