________________
$
_
$
$
_
$
_
$
_
$
_
$
_
$
- મુકિતબીજા
પરંતુ સ્વને જાણવાવાળું જ્ઞાન જયાં સુધી રાગાદિ વિકલ્પવાળું છે ત્યાં સુધી | | તે આત્મા મૂળસ્વરુપનો અનુભવ કરી શકતો નથી, પરને જાણવાથી મુક્ત થઈ ઝું | રાગાદિ ભાવથી રહિત શુદ્ધ ઉપયોગના દર્પણમાં સ્વયં આત્મા તેના ગુણોથી * પ્રગટ થાય છે. તે ગુણોનું દર્શને આનંદરૂપે અનુભવમાં આવે છે, ત્યારે બહારના
કોઈ પદાર્થની કે ઇન્દ્રિયોની આવશ્યકતા રહેતી નથી. વળી તે આનંદ ઇન્દ્રિયોના વિષયની જેમ ક્ષણિક નથી પણ શાશ્વત છે. આનંદ સ્વરૂપ આત્માના અનુભવ
માટેનું બીજ સમ્યગદર્શન છે, તે સતત તત્ત્વના યથાર્થ બોધથી અને વૈરાગ્ય | ભાવથી પ્રગટ થાય છે. જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન વડે જ અનુભવાય છે.
વ્યવહાર પ્રયોજન માટે વ્યક્તિને જ્ઞાનની જરૂર પડે છે, અને તેથી જેમ વ્યવહારિક જ્ઞાન માટે, માનવને તેનું મુલ્ય છે, તેમ ધર્મમાર્ગમાં તત્ત્વજ્ઞાનનું મૂલ્ય કેમ જણાતું નથી. ?
શહેરમાં તે-તે વિષયની શાળા-કોલેજ ન હોય તો બીજી વ્યવસ્થા કરે ધન ખા ખર્ચે દુઃખ વેઠે અને છતાં જો પુત્ર-પુત્રી ભણે નહિ, તો તમારી ઊંઘ ઊડી "| જાય પણ તમારા સંતાનો ધર્મ-તત્ત્વનું જ્ઞાન ન મેળવે તો તમે નિશ્ચિંત રહો છો અને છતાં ધર્મી કહેવડાવો છો?
લેઈ સાધુ મહાત્મા પૂછે તમને કે તમારા સંતાનોને તત્ત્વનું જ્ઞાન છે? - ના, શું કરીએ અમારા કર્મ ભારે છે
અને વ્યવહારનું જ્ઞાન મેળવવા કર્મ હળવાં છે? આવી માન્યતા મિથ્યાત્વ છે. |
પ્રૌઢનામાં પ્રવેશવા છતાં જીવને એમ થતું નથી કે આપણે તત્ત્વજ્ઞાન વગર રહી ગયા, પછી તમારા સંતાનો માટે તો વિચાર જ કેમ આવે? આ મિથ્યાત્વનો ઉદય છે. | . ઘણાં કહે છે આપણે તો તત્ત્વની વાતમાં ઊંડા ઊતરતા નથી. એટલે પછી ૪ _| તેને શિરે સંસારના પરિભ્રમણમાં ઊંડા ઊતરવાનું બાકી રહેને ? વિચારો કે
જ્ઞાની થવાની ઈચ્છા છતાં અજ્ઞાની કેમ રહ્યા ? સુખી થવાની ઈચ્છા છતાં Eાં દુ:ખી કેમ રહ્યા?
સારું કરવાની ઈચ્છા છતાં ખરાબ કેમ થઈ જાય છે ? આનો વિચાર એક F| પળ માટે પણ કેમ આવતો નથી? ખા સંસારનું સુખ ભૂત જેવું છે. વળગે તેને દુઃખી કર્યા વગર ન રહે. એ | | દુઃખથી છૂટવા જીવે મોક્ષનો માર્ગ પકડવો જોઈએ.
$
$
_
$
_
$
_
$
_
$
_
$
$
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org