________________
F.
“5
5
5
5
5
5
F
E
5
5
મુક્તિબીજ - સમગદર્શન એ આત્માના ગુણોના દર્શનનો અનુભવનો પ્રારંભ છે. એ | પ્રારંભ જ પૂર્ણતાને પ્રગટ કરનારો છે. એ દ્રશ્ય પદાર્થોની જેમ જણાતો નથી. | _| તેથી જીવ તેની શુદ્ધ દશાનો વિશ્વાસ કરી શકતો નથી.
જગતના સર્વ પદાર્થોનું બહારનું રૂપ જણાય છે, પણ તેના ગુણ તો અનુભવાત્મક રહે છે ને ? જેમ મીઠું ગાંગડારૂપે જણાય પણ તે સાકરનો ગાંગડો છે કે મીઠાનો તેના નિર્ણય માટે તો તેનો સ્વાદ ચાખવો પડે. વળી | સ્વાદ રૂપી નથી તેથી અનુભવમાં આવે પણ વર્ણન થઈ ન શકે.
આત્મા અરૂપી છે, છતાં એક તત્વ કે પદાર્થ છે તેમ તે ગુણો સહિત છે, તેના જ્ઞાન, દર્શન આદિ ગુણો જણાય ખરા પણ તેમાં થતા અનુભવનું વર્ણન | | થવું શક્ય નથી અને તેથી જીવોને મૂંઝવણ થાય છે કે આત્મા છે તો જણાતો ૐ _| નથી, દેખાતો નથી. પણ ભાઈ, આ તું જીવે છે તે જ તેનું પ્રગટ લક્ષણ છે.
વળી મરણ સમયે બંને છૂટા થઈ જાય છે. ખારાશ અને મીઠાની જેમ એકમેક કર્યું હોય તો છૂટા ન પડે. મીઠું ઓગળી જાય પણ ખારાશ છોડે નહિ.
આત્મા શરીરથી છૂટો પડે છે માટે તેમાં લક્ષણ પણ જુદા હોય તેમ સ્વીકારવું રહ્યું તો પછી તે લક્ષણ કયા છે?
આત્મા અમૂર્ત છે, સ્વરૂપને જાણવાવાળો છે. સુખથી પરિપૂર્ણ છે. જ્ઞાનદર્શન ઉપયોગવાળો છે. નિત્ય અને અચળ છે, અસંખ્યાત પ્રદેશ છે.
આત્મા અનુભવમાં આવે તેવો છે, તે અત્યંત સૂક્ષ્મ, શુદ્ધ ચૈતન્ય અને જ્ઞાન 3 સ્વરૂપ હોવાથી સ્કૂલ, જડ કે પૌદ્ગલિક ઈન્દ્રિયો જેવા સાધનથી જણાતો નથી.
પુષ્પની આકૃતિ દેખાય પણ સુવાસ દ્રષ્ટિગોચર નથી, અનુભવાત્મક છે. તે | | અનુભવેલી સુગંધનું વર્ણન પણ કરી શકાતું નથી. સુગંધનો આનંદ માણી શકાય છે, તે પણ બહાર સુગંધનું સાધન અને ઘાણેન્દ્રિય હોય તો અનુભવી શકાય.
આત્મા અરૂપી છે, ચૈતન્યવાળો છે, તે ઇન્દ્રિયોથી નથી જણાતો, પણ | આત્મા જ્ઞાનગુણ વડે જણાય છે, દરેક પદાર્થ તેના લક્ષણથી જણાય છે, તેમ
આત્મા જ્ઞાન વડે પોતાને અને પરને બંનેને જાણે છે, પોતાને અભિન્નપણે | જાણે છે, પરને ભિન્નપણે જાણે છે, અર્થાત્ સ્વને સ્વપણે જાણે, આનંદરૂપે | જાણે છે. પરને પરરૂપે જાણે.
E
5
I
5
H
5
5
F
5
E
5
F
E
બ5
F
%
|
૧૪૬
%|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org